સ્વાઇન ફ્લૂને પગલે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મુલાકાત લીધી

0
8

વડોદરા,તા.૧૦
શિયાળાના સમયમાં ગુજરાત રાજ્ય સાથે વડોદરા શહેરમાં પણ સ્વાઈન ફ્લૂ એ માથું ઉચક્યું છે. સ્વાઈન ફ્લૂને લઇને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર સતર્ક જાવા મળી છે. ત્યારે આજે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ૩ સદસ્યોને ટીમે મુલાકાતે આવી હતી.
એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સ્વાઈન ફ્લૂ વોર્ડની મુલાકાત તેમજ સારવારની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું. સાથે આરોગ્ય વિભાગની ટીમે લેબોરેટરીની પણ મુલાકાત લીધી હતી.
એસ.એસ.જી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓને આપવામાં આવતી સારવાર વિષે પણ જાણકારી આ ટીમ દ્વારા લેવામાં આવી હતી. કેન્દ્ર સરકારની આ ટીમ ગુજરાતના વિવિધ મહાનગર પાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારના સ્વાઈન ફ્લૂ સારવાર કેન્દ્રોની મુલાકાત લઇ રહી છે.
કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ સાથે આવેલા ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તરફથી સ્વાઈન ફ્લૂ સામેની લડત માટે પુરે પુરી તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ આજે વડોદરા ખાતે આવેલ ટીમે એસ.એસ.જી હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ આઇસોલેશન વોર્ડ તેમજ સ્વાઈન ફ્લૂના સારવાર લેતા દર્દીઓ સાથે વાતચીત કરીને તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY