વડોદરામાં ૩ ઇંચ વરસાદથી વૃક્ષો ધરાશાયી, નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી

0
23

વડોદરા,તા.૧૧
વડોદરા શહેરમાં રાત્રે ૩ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અને બે વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા હતા.
ઘણા દિવસોની રાહ બાદ મેઘરાજા ફરી વડોદરા પર મહેરબાન થયા હતા. અને મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. રાત્રી દરમિયાન વરસેલા સતત વરસાદને કારણે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત પાણીગેટ અને કારેલીબાગ વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા હતા. ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચીને વૃક્ષોને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેર ઉપરાંત વડોદરા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.
વાઘોડિયામાં ૨૧ મિ.મી., ડભોઇમાં ૧૫ મિ.મી., પાદરામાં ૧૨ મિ.મી., કરજણમાં ૧૦ મિ.મી., ડેસરમાં ૭ મિ.મી., શિનોરમાં ૫ મિ.મી. અને સાવલીમાં ૨ મિ.મી. વરસાદ વરસ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY