દિલ્હીમાંથી અફઘનના મોટા વેપારીનો આતંકી પુત્ર ઝડપાયો

0
180

ન્યુ દિલ્હી,તા.૧૧
આઈએસના એક આતંકીની ધરપકડ બાદ દિલ્હીને દહેલાવાની સાજિશનો પર્દાફાશ થયો છે. આ આતંકવાદી અફઘાનિસ્તાનના એક મોટા વેપારીનો પુત્ર હોવાનું પણ બહાર આવ્યું છે. આતંકવાદીઓએ પોતાના ષડયંત્રને ઈન્ડીયન પ્લાન્ટ આપ્યું હતું. નાપાક ઈરાદાને પાર પાડવા માટે તે આતંકવાદીએ એક પ્રાઈવેટ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ પણ મેળવ્યો હતો. તે કોલેજની હોસ્ટેલની સાથે લાજપતનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને કારસો પાર પાડવા માટે એરેસ્ટ થયેલો આતંકવાદી તેના જૂથના બાર આતંકવાદીઓ સાથે સતત સંપર્કમાં હતો. પરંતુ સુરક્ષા એજન્સીઓની સતત નજર અને સાવધાનીને કારણે આતંકવાદી પોતાના મનસૂબા પાર પાડવામાં નિષ્ફળ રહ્યા હતો.
આઈએસ સાથે જાડાયેલા આતંકવાદીએ દિલ્હી એરપોર્ટ, મોલ્સ, બજારની રેકી કરીને સંભવિત આતંકી હુમલા માટે પસંદ કર્યા હતા. એજન્સી પ્રમાણે..આતંકવાદીઓ દ્વારા અલગ-અલગ બાર સ્થાનો પર વિસ્ફોટો કરવાની સાજિશ રચવામાં આવી છે. જેમાં ધરપકડ કરાયેલા આતંકવાદીને દિલ્હીને દહેલાવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
અંગ્રેજી અખબાર પ્રમાણે. ૧૮ માસ સુધી દિલ્હી, અફઘાનિસ્તાન અને દુબઈમાં નજર રાખવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ સતત ફોન કોલ્સ ઈન્ટરસેપ્ટ કર્યો અને બાદમાં પર્દાફાશ થયો કે આઈએસના બાર આતંકવાદીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગ સમાપ્ત થયા બાદ તેમને આતંકવાદી ઘટનાઓ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. આઈએસના બાર આતંકવાદીઓમાંથી જેને દિલ્હીને દહેલાવાના કારસાની જવાબદારી સોંપવામાં આવી હતી.. તે અફઘાનિસ્તાનના એક મોટા વેપારીનો પુત્ર છે.
પોતાના આતંકી ગતિવિધિઓને પાર પાડવા માટે આતંકવાદીએ દિલ્હી-ફરીદાબાદ હાઈવે પર આવેલી એક એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ પણ મેળવ્યો હતો. કોલેજની હોસ્ટેલની સાથે તેણે લાજપતનગરમાં એક મકાન ભાડે લીધું હતું. આ આતંકવાદી પર નજર રાખવા માટે ૮૦ લોકોની ટીમ પણ બનાવવામાં આવી હતી. તેની પૂછપરછ બાદ જાણકારી સામે આવી રહી છે કે ૨૨ મે-૨૦૧૭ના માનચેસ્ટર હુમલાને આ ગ્રુપના આતંકીઓએ અંજામ આપ્યો હતો અને તેમા ૨૩ લોકોના મોત નીપજ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY