દેશની અને ગુજરાતની સરકારી ખોરાક અને ઔષધ પ્રયોગશાળાઓના ફૂડ અનાલિસ્ટ્સને શહેરમાં ઓટોમેટેડ માઈક્રો બાયોલોજી ટેસ્ટિંગની તાલીમ અપાશે

0
27

ફ્રાન્સના નિષ્ણાતો વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ્સ લેબ ખાતે આપશે તાલીમ

વડોદરા : પ્રધાનમંત્રી ના મિશન મોડ હેઠળ દેશભરમાં સર્વ પ્રથમવાર વડોદરાની ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં ફ્રાન્સની બનાવટનું ઓટોમેટેડ માઈક્રો બાયોલોજીકલ ટેસ્ટિંગ ઈકવિપમેન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે જેનો આશય સરકારી ખોરાક અને ઔષધ પરીક્ષણ પ્રયોગશાળાઓને અદ્યતન સ્વચલિત અને ખુબજ સચોટ પરીક્ષણ સુવિધાઓ થી સુસજ્જ કરવાનો છે. FSSAI અને ફ્રાન્સ પ્રશાસન વચ્ચે થયેલા MOU ના અમલ રૂપે દેશની સરકારી ખોરાક અને ઔષધ પ્રયોગશાળાઓ પૈકી સર્વ પ્રથમવાર ગુજરાતમાં વડોદરાની સરકારી પ્રયોગશાળામાં આ અતિ આધુનિક ઉપકરણ રૂ.૬.૫ કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવ્યું છે એ ઉલ્લેખનીય છે. હાલમાં પ્રાયોગિક ધોરણે એનું સંચાલન થઈ રહ્યું છે.

આ ઉપકરણ થી ખાદ્ય પદાર્થો અને દવાઓ (ઇન્જેકટેબલ), બંનેનું પરીક્ષણ થઈ શકે છે. પ્રધાનમંત્રીના મિશન મોડ હેઠળની આ નવી પહેલ અન્વયે દેશની અને ગુજરાતની પ્રયોગશાળાઓના ખોરાક અને ઔષધ વિશ્વલેશકો-analysts ને એડવાન્સ્ડ માઇક્રોબાયો લોજીકલ ટેકનીક્સની તાલીમ આપવા માટે રાજ્યના ખોરાક અને ઔષધ કમિશ્નર હેમંત કોશિયાના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ ૫ દિવસની કાર્યશાળાનું વડોદરા પ્રયોગશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેનો ૨૬મી નવેમ્બરના રોજ પ્રારંભ થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY