પારંપરિક વસ્ત્રો પરિધાન કરી આદિવાસી યુવક-યુવતીઓ દ્રારા સાંસ્કૃતિક નૃત્યમાં જોડાયા હતાં.
કોઈ અનિચ્છિય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આજે વિશ્વ આદિવાસી દિવસની વાલિયા તાલુકા પંચાયત અને આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્રારા વાલિયા ખાતે ભવ્ય રેલી કાઢી ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી.
આજે ૯ મી ઓગષ્ટ એટલે ૨૪માં વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આદિવાસી સંગઠનો દ્રારા ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે વાલિયા તાલુકા પંચાયત અને વાલિયા તાલુકાના વિવિધ આદિવાસી સંગઠનો દ્રારા વાલિયા પંચાયતની કચેરી સામેથી આદિવાસી આગેવાન રાજુ વસાવા, રજની વસાવા, રૂપસિંગ વસાવા તથા રામચતુર વસાવા, મહોમદ ફકીર, વિજય વસાવા, વિનય વસાવા,પલા વસાવા, નિલેશ વસાવા તેમજ આદિવાસી સંગઠનોના આગેવાનોની હાજરીમાં ભવ્ય રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.
આ રેલી વાલિયા ગામના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી.આ રેલીમાં આદિવાસી યુવાનો આગેવાનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી આદિવાસી નૃત્યમાં જુમી ઉઠ્યા હતા.વાલિયા બસ સ્ટેન્ડ ખાતે યુવાનો ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
આ પ્રસંગે આદિવાસી આગેવાન રાજુ વાસવાએ યુવાનોને આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને સદર રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ. મો:-9537920203
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





