વલસાડ જિલ્લામાં તળાવો અને ચેકડેમો ઊંડા કરવાના ૬૦૭ કામો હાથ ધરાશે

0
7

૩૦૦ લાખ ધનકૂટ જથ્થાનો જળસંગ્રહ શક્તિમાં વધારો થશે
વલસાડ, તા.૨૬
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કોળીવાડ-મરોલી ખાતે શ્રમદાન કરી જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત થનારી કામગીરીનો શુભારંભ કરાવતાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તળાવમાંથી નીકળેલી ફળદ્રુપ માટીનો જે તે ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકશે.
મંત્રીશ્રીએ રાજ્ય સરકારની પ્રજાકલ્યાણ માટેની વિવિધ યોજનાની વિસ્તૃત જાણકારી આપી તેનો મહત્તમ લાભ લઇ પગભર બનવાની સાથે અન્યને પણ તેની જાણકારી આપી લાભ મળે તે માટે પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, વીજમાફી યોજના, આયુષ્માન ભારત સહિતની વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળે તે માટે ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી કાર્યકરો, જાગૃત નાગરિકો ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓનો લાભ અપાવવામાં મદદરૂપ થાય તે જરૂરી હોવાનું પણ તેમણે વધમાં જણાવ્યું હતું. આશાવર્કરો પ્રત્યે સદભાવના રાખી તેમના માટે પણ ખાસ જાગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ ૧પ હજારથી અોછી આવક ધરાવનાર ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવનાર વ્યક્તિ ઉંમર અનુસાર દર મહિને માત્ર પપ થી ૨૦૦ રૂપિયાનું પ્રિમીયમ ભરશે તેને ૬૦ વર્ષની ઉંમર બાદ દર માસે રૂ.૩ હજાર પેન્શન મળશે. કિસાન સમ્માન નિધિ હેઠળ પાંચ હેક્ટર સુધી જમીન ધરાવનાર ખેડૂતોને ત્રણ તબક્કે ૬ હજાર રૂપિયા આપવામાં આવશે. મોટા શહેરોમાં ટ્રાફિક ભારણને હળવું કરવા માટે ફલાયઓવર બ્રીજ બનાવવાનું આયોજન કરવાની સાથે વિવિધ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં રૂ.૧૩૨૬.૪૧ લાખના ખર્ચે ૬૦૭ કામો કરવાનું આયોજન કરાયું છે. જેમા લોકભાગીદારીથી ૧૩૦ કામો, મનરેગા હેઠળ ૨પ૭, ડીપાર્ટમેન્ટલ ૧પ૩, તેમજ નગરપાલિકા વિસ્તારના ૪૮ કામોનો સમાવેશ થાય છે. મનરેગા હેઠળ ૧૬ તળાવો ડા કરવા, ૬૨ ચેકડેમ ડીસીલ્ટિંગ અને પરંપરાગન જળસ્રોતો નવીનીકરણના કામો તેમજ ખેતતલાવડીના કામો હાથ ધરાશે. જિલ્લામાં ૧૭ જેટલા નવા તળાવો બનાવવા સહિત ચેકડેમ મરામતના ૭૯ કામો હાથ ધરાશે. આ ઉપરાંત વન વિસ્તારમાં વનતલાવડી, ચેકડેમ ડીસીલ્ટિંગ અને કન્ટુર સ્ટ્રેન્ચ મળી ૧૯ જેટલા કામો હાથ ધરાશે. જેના થકી ૩૦૦ લાખ ઘનફૂટ જથ્થાનો જળસંગ્રહ શક્તિમાં વધારો થશે અને તેમાંથી નીકળનાર માટી અને કાંપનો ઉપયોગ ખેડૂતો પોતાના ખેતરમાં તેમજ સરકારના અન્ય વિકાસના કામોમાં કરાશે. પાણીના જળસંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળસ્તર ચા આવવાથી ખેતીવાડી સહિત ઘરગથ્થુ ઉપયોગ માટે પણ ઉપયોગી નીવડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY