વલસાડ,તા.૩૦
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પ્રચારનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં કેટલીક દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે એક જાહેર સભા દરમિયાન મંચ તૂટી પડ્યું હતું. સંઘ પ્રદેશ દમણમાં જાહેર સભામાં સ્ટેજ તૂટવાની ઘટના સામે આવી છે. અપક્ષના ઉમેદવાર સભા કરી રહ્યા હતા આ દરમિયાન સ્ટેજ તૂટ્યુ હતું. મળતી માહિતી મુજબ અપક્ષના લોકસભાના ઉમેદવાર ઉમેશ પટેલે જાહેર સભાનુ આયોજન કર્યુ હતું.
આ દરમિયાન તેઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન એકાએક સ્ટેજ તૂટ્યુ હતું. સ્ટેજ તૂટતા ઉમેશ પટેલ નીચે પડ્યા હતા. જોકે તેઓ ત્યારે જ ફરીથી સ્ટેજ પર ચઢીને ફરીથી સભાને સંબોધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



