વલસાડ જિલ્લાના કપરાડામાં ગમખ્વાર અકસ્માત
વલસાડ,તા.૨૮
વલસાડ જિલ્લાનાં કપરાડાનાં સવરટાટી ગામમાં એક ગમખ્વાર ઘટના બની ગઇ. અહીં મોડી રાત્રે બે વાગ્યા બાદ એક મકાન ધરાશાઇ થયુ હતું. આ ઘટનાથી આખા ગામમાં શોકનો માહોલ છે. કારણ કે ઘટનામાં એક ૭ વર્ષની બાળકીનું મોત થયુ છે.
મધરાત્રે બનેલી આ ઘટના સમયે પરિવાર આખો ઘરમાં સુતો હતો તે સમયે આખુ મકાન ઘરાશાઇ થઇ ગયુ હતું મકાન ધરાશાઇ થતા પરિવારની ૭ વર્ષની બાળકીનું મોત થયુ છે. બાળકીનુ નામ અંજલિ બેન ગણેશ ભાઇ નાવતરા છે.
તેમજ પરિવારનાં બે સભ્યોને ભારે ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તનું નામ સાહિલ ગણેશ ભાઇ નાવતરા અને રમી બેન ગણેશ ભાઇ નાવતરાને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને કપરાડાંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આજે રવિવાર હોવાથી તંત્ર દ્વારા હજુ સુધી કોઇ મદદ પહોંચી નથી. પણ સલવાવ સ્વામીનારાયણ ગુરૂકુળનાં સંતોએ પીડિત પરિવારની મુલાકાત લીધી અને જરૂરી સહાયની ખાતરી આપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




