વલસાડ,તા.૨૯
વાપી વિસ્તારના ભંગારના ગોડાઉન ૫ હજારથી વધુ આવેલા છે. જેના પરિણામે સતત આગના બનાવો બની રહ્યા છે. સોમવારે છિરી ગામની વચ્ચે આવેલા ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ૫ હજારની વસ્તી વચ્ચે આ ગોડાઉન આવેલું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ફાયર વિભાગે આગને બે કલાકે કાબુમાં લીધી હતી.આગના પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પેદા થયો હતો.
દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાયા હતાં. સાથે જ ઉનાળાની ભીષણ ગરમીમાં આગ લાગી હોવાથી આસપાસના વિસ્તારમાં તાપમાન પણ ઉંચુ ગયું હતું. આગની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આગ લાગવા પાછળનું કારણ ભીષણ ગરમી કે શોર્ટ સર્કિટ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




