આર્મીમાં ફરજ બજાવતાં યુવકે આપઘાત કરતા ખળભળાટ

0
8

વલસાડ,તા.૩૦
વલસાડના અબ્રામા ખાતે રહેતા અને મેરઠમાં આર્મીમાં ફરજ બજાવતાં યુવકે આપઘાત કરી લીધો હતો. અગમ્ય કારણોસર આત્મહત્યા કરનાર જવાનના ઘરે આ સમાચાર પહોંચતાં પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. વલસાડના અબ્રામા ખાતે રહેતા કેતન સોલંકી ગત બીજી નવેમ્બરના રોજ રજાઓ પુરી કરીને મેરઠ ખાતે ફરજ પર પહોંચ્યાં હતાં. રોજ પત્ની સાથે વાત કરતાં કેતને ગુરૂવારે સવારે સાત વાગ્યે સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેન કેંટ સ્ટેશન પહોંચી આ દરમિયાન કેતને ટ્રેન સામે કુદીને આપઘાત કર્યો હતો. આપઘાતને નજરે જાનારે જણાવ્યું હતું કે, એટલો પણ સમય નહોતો કે જવાનને બચાવી શકાય.ટ્રેન જેવી ચાલુ થઈ કે તેણે ટ્રેન આગળ સુઈ ગયો હતો.
૨૨ ઈન્ફેન્ટ્રી ડિવિઝનમાં સિગ્નલ રેજીમેન્ટમાં ફરજ બજાવતા કેતનના આપઘાત અંગે જીઆરપી પ્રભારી નિરિક્ષક સોમવીર સિંહે જણાવ્યું હતું કે, જવાન પાસેથી કોઈ જ સુસાઈડ નોટ મળી નથી. સાથે જ સેનાના જવાનોએ પણ કેતનના આપઘાત અંગે કંઈ કહ્યું નહોતું. કેતનનું પરિવાર પણ આ ઘટનાથી હતપ્રત થઈ ગયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY