દીપડાએ પાળેલા શ્વાનને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ

0
4

વલસાડ,તા.૨૯
વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં ત્રાટકેલા દીપડાએ પાળેલા શ્વાનને ફાડી ખાધો હતો. ગામમાં હિંસક દીપડાની હાજરીને લઇને ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ છે. જે બાબતની જાણ વલસાડ વન વિભાગને કરાતા વન વિભાગ દ્વારા દિપડાને ઝબ્બે કરવા પાંજરૂ મુકવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે દુલસાડના પારસી ફળિયામાં રહેતા સુરેશભાઇ પટેલના પાળેલા શ્વાનનો દિપડાએ રવિવારે શિકાર કર્યા બાદ નજીકના મેદાનમાં લઇ જઇ ફાડી ખાધો હતો. ગામમાં દીપડો ફરી રહ્યો હોવાની જાણ થતાં જ લોકમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
ગામના રહેવાશી ભરતસિંહ દોડિયાએ પણ તેમના ખેતર પાસે દીપડાને જાયો હતો. હિંસક દીપડાની હાજરી હોવાની વાતને પુષ્ટી મળી છે. જે બાબતે ગામના આગેવાને વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મારણ સાથે પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY