વલસાડ-ધરમપુર ચોકડી પાસે ટેમ્પોમાંથી ૬.૮૮ લાખનો દારૂ ઝડપાયો

0
65

વલસાડના ધરમપુર ચોકડી પાસે સીટી પોલીસે એક આયશર ટેમ્પોમાંથી ૬.૮૮ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડી સુરતનાં એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. જે અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકની એક ટીમ વહેલી સવારે ધરમપુર ચોકડી પાસે ઓવરબ્રીજ નજીક નાકાબંધી કરી હતી. જે દરમિયાન સુરત તરફ જનારો એક આયશર ટેમ્પો નં. જી.જે.૦૧૯૮૪૦ને અટકાવવાનો પ્રયાસ કરતા ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે તેમનો પીછો કરતાં ટેમ્પો ચાલક રોડની સાઈડમાં ટેમ્પો મૂકી ફરાર થઈ જતાં પોલીસે ટેમ્પોની ચેકિંગ કરતાં ૯૧૪૪ નંગ વહીસ્કી-બિયરની બોટલો કિંમત રૂ.૬,૮૮,૮૦૦ મળી કુલ ૧૬.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરી આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અસર અબ્દુલ શાહ, વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY