લંબેહનુમાન રોડ વિસ્તારમાં ડુપ્લિકેટ ગુટખા બનાવતા બે ભાઈઓ સહિત ત્રણ ઝડપાયા

0
159

વરાછા લંબે હનુમાન રોડ પર આવેલી જવાહનગર સોસાયટીમાં ડુપ્લીકેટ ગુટખા બનાવતા કારખાનામાં વરાછા પોલીસે દરોડો પાડી બે ભાઈ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને ગોડાઉનમાંથી વિમલ કંપનીના પાઉચ મળી કુલ રૂ. અઢી લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર વરાછાના લંબે હનુમાન રોડ પર રામ રાજ્ય સોસાયટી પાછળ જવાહરનગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીના એક મકાનમાં ડુપ્લીકેટ ગુટખા બનાવવામાં આવતા હોવાની બાતમી મળતા આજે વરાછા પોલીસે દરોડો પાડ્યો હતો. મોડી રાત્રે પાડવામાં આવેલા આ દરોડામાં પોલીસે ગોડાઉનમાંથી ડુપ્લીકેટ વિમલ અને તમાકુના પાઉચનો મોટો જથ્થો તેમજ ગુટખા બનાવવાનું મશીન મળી કુલ રૂ.૨.૫૦થી ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સાથે ડુપ્લીકેટ ગુટખાનું કારખાનું ચલાવતા બે ભાઈ પ્રતાપ રામજી ઠુમમર અને જયસુખ ઠુમમર તેમજ કારીગર સંજયની ધરપકડ કરી હતી. પોલીસે ઉક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉક્ત બંને ભાઈઓ વિમલના થેલામાં ડુપ્લીકેટ વિમલ ગુટખા પેક કરીને બજારમાં વેચાણ કરતા હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY