મુંબઈમાં વરસાદને કારણે મુસાફરો પરેશાન, ટ્રેનની જગ્યાએ એસટી બસમાં મુસાફરી

0
77

સુરત,તા.૧૧
મુંબઇ સાથેનો ટ્રેન વ્યવહાર સતત બીજા દિવસે પણ ખોરંભાતા આજે પણ અનેક મુસાફરો રઝળ્યા હતા. સવારથી જ મુંબઈ તરફથી આવતી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. તો કેટલીક ટ્રેનોને ભુસાવળ તરફથી ડાયવર્ટ કરવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશને મોડી રાત્રીથી જ કેટલાક મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.
તો બીજી તરફ દરરોજ હજારો મુસાફરોથી ઉભરાતા રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા પણ પાંખી જાવા મળી હતી. અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનો ૩ થી ૬ કલાક મોડી ચાલી રહી છે. જા કે મુંબઇ પહેલા જ ટ્રેનોને પાછી વાળી દેવામાં આવી છે. મોડી રાત્રે કેટલાક પેસેન્જરો સુરત રેલવે સ્ટેશન પર પોતાની ટ્રેન પકડવા માટે આવ્યા હતા.
પરંતુ ૧૨ કલાક વીતી જવા છતાં પણ ટ્રેનને ન આવવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માટે રેલવે તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવી જાઈએ એની પણ ઉણપ સુરત રેલવે સ્ટેશન પર વર્તાઇ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY