ન્યુ દિલ્હી,તા.૨૫
જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપી યુતિનો અંત આવ્યા પછી કેન્દ્ર સરકારે ખીણમાં શાંતિ સ્થાપવા ચાર ‘ડી’ – ડિફેન્સ (બચાવ), ડિસ્ટ્રોય(નાશ કરો), ડીફિટ (હરાવો), ડીનાય (ઈનકાર) મંત્ર પ્રયોગ કરવાનો અભિગમ અપનાવ્યો છે. સલામતી દળો દ્વારા ખીણના અશાંત વિસ્તારોમાં કામગીરી કરતી વખતે આ મંત્રને અનુસરવાનું જણાવાયું છે.
ડિફેન્સ એટલે કૅમ્પસની સઘન સુરક્ષા, ડિસ્ટ્રોય એટલે આતંકવાદીઓનો સફાયો કરીને તેમના છુપાસ્થળોનો નાશ કરો, ડિફિટ એટલે સલામતી દળોએ અલગતાવાદીઓની વિચારસરણીને કચડી નાખવી, ડિનાય એટલે યુવાનોને જુદી જુદી તાન્ઝીમ્સ (ત્રાસવાદી સંગઠનો)માં ભરતી થતા રોકો.
ભાજપ-પીડીપી યુતિ સરકાર પડી ભાંગી હોવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે. પણ તેમની આ ભાવના લાંબો વખત નહીં ટકી શકે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથેની ગયા અઠવાડિયાની બેઠક દરમિયાન હુર્રિયતના નેતાઓ સામે કડક વલણ અખત્યાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શહેરના વિસ્તારોમાં પથ્થરમારાની ઘટના બદલ યાસિન મલિક જવાબદાર હોવાથી તેને અટકમાં લેવાયો હતો. ગીલાનીને પણ નજર કેદ હેઠળ રાખવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. કાશ્મીરમાં પથ્થરફેંકુઓ સામેના કેસો પાછા ખેંચવાના મુદ્દે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોદી સરકારના એક વરિષ્ઠ પ્રધાને ટીવી ચૅનલને જણાવ્યું હતું કે હવેથી કાશ્મીરમાં પથ્થર ફેંકનારા સામે કોઈ રહેમ નહીં દાખવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ગયા વર્ષે નવેમ્બરમાં પહેલીવાર પથ્થરફેંકનારા ૪,૫૦૦ જણ સામે રહેમ કરવાની જાહેરાત કરી હતી. તેમ છતાં ઈન્ટેલિજન્સ અધિકારીએ જણાવ્યું હતું કે ખીણમાં પથ્થર ફેંકવાની ઘટનાઓ પરથી યુવાનોમાં મોટા પાયે ઉદ્દામવાદી વિચારધારા તરફ વળી રહ્યા હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



