ગઈ રાત્રે વરનામાં પોલીસ મથક ના સેકન્ડ પો.સ.ઇ.પાણમીયા તથા ડી.સ્ટાફ પેટ્રોલિંગ માં હતા. તે દરમિયાન એક ખાનગી રાહે બાતમી મળી હતી. કે પોર ઈટોલા ચોકડી નજીક બે અજાણ્યા ઈસમ એક ઓટો રિકસામાં વિદેશી દારૂ ભરી ને આવે છે તે સચોટ માહિતી ના આધારે આશરે 11.30 વાગેના અરસામાં બાતમી વાળી ઓટો રીક્ષા ચેક કરતા ૧૭૦૦૦/- વિદેશી દારૂ અને ઓટો રીક્ષા ની કિંમત રૂ.૯૫૦૦૦/- કુલ ૧.૧૨.૦૦૦/-મુદ્દામાલ સાથે બે આરોપી ને ઝડપી પાડ્યા હતા. આરોપી ની પૂછપરછ કરતા તેમનું નામ (૧) સંજય ડાયાભાઇ માળી. રહે. સંતરામ મંદિર લતીપુર. પાદરા
(૨) સુનીલ નટુભાઈ માળી રહે. સંતરામ મંદિર
લતીપુરા. પાદરા.
અને આ દારૂ પાદરા માં સંજય નગર માં રહેતો કિરણ બબુભાઈ જાદવે મંગાવેલ તેવું બે આરોપી દ્વારા પોલીસ સમક્ષ નિવેદન આપવામાં આવેલ હતું. અને કિરણ બાબુભાઈ જાદવ બુટલેગર છે અને પાદરા પોલીસ સ્ટેશનમાં ટ્વિના વિરુદ્ધ અસંખ્ય ગુના નોંધાયેલા છૅ તેમજ પાસા ની સજા પણ ભોગવી ચુક્યો છે. પોલીસે હાલ તો બે આરોપી ઝડપી પાડી પાદરા માં રહેતા કિરણ બાબુભાઇ જાદવ ને વરનામાં પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો,જેને પકડવા ના ચક્રોગતિમાન કર્યા છે.
હિતેશ બી પટેલ. પોર.
મો.૯૭૧૨૫૪૩૧૯૪
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"