નર્મદા ના સાગબારા અને ડેડીયાપાડા તાલુકા ની પોસ્ટ ઓફિસ ના ત્રણ પોસ્ટ માસ્તરો વિરુદ્ધ ઉચાપત ની ફરિયાદ થતા ખળભળાટ 

0
861

સાગબારા તાલુકાના પાટ અને જાવલીની બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ના બે પોસ્ટમાસ્તરોએ ગ્રાહકોના 17,750/- રૂપિયા જમા નહિ કરાવી અંગત કામમાં વાપરી ઉચાપત કરી ,જયારે ડેડીયાપાડા ના કાકરપાડા બ્રાન્ચ પોસ્ટના પોસ્ટ માસ્તરે 23,300/- રૂપિયા ની ઉચાપત કર્યાની ફરિયાદ દાખલ

રાજપીપલા : નર્મદા જિલ્લા ના સાગબારા અને ડેડીયાપાડા તાલુકા માં આવેલી પોસ્ટ ઓફિસો ના પોસ્ટ માસ્તરો વિરુદ્ધ ગ્રાહકો ના પૈસા અંગત કામોાં વાપરી જમા નહિ કરવાની ફરિયાદ દાખલ થઈ છે જેમાં સાગબારા ના પાટ બ્રાન્ચ ના પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા આસિમઅલી.એમ.મકરાણી એ 2008 થી 2014 ના વર્ષ દરમિયાન કોઈ પણ સમયે કુલ 5 ગ્રાહકોના ખાતામાંથી 8050/- રૂપિયા જમા નહિ કરાવી અંગત કામોમાં વાપરી કાઢ્યા હોવાની ફરિયાદ તથા જાવલી પોસ્ટના માસ્તર કાંતિ પોસલીયા વલવીએ 3 ગ્રાહકોના 9700/- રૂપિયાની ઉચાપત બાબતે રાજપીપલા ડીવીઝન ના પોસ્ટ ઇન્સ્પેક્ટર જનકસિંહ હઠીસિંહ પરમારે આપતા સાગબારા પોલીસે સરકારી નાણાં ની ઉચાપત બાબતે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

જયારે બીજી ફરિયાદ ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી પોસ્ટ ના કાકરપાડા પોસ્ટના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર શંકર જેઠા વસાવા વિરુદ્ધ ફરિયાદ જનકસિંહ પરમારેજ આપી છે જેમાં શંકર વસાવા 2006 થી 2008 ના વર્ષ દરમિયાન એ 29 જેટલા ગ્રાહકોના રૂપિયા 23,300/- પોતાના અંગત ઉપયોગ માટે વાપરી સરકારી ખાતે જમા ન કરી ઉચાપત કરી ગ્રાહકો નો વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવતા સાગબારા અને ડેડીયાપાડા ની બ્રાન્ચ પોસ્ટ ઓફિસો માંથી કુલ રૂપિયા 41,050/- ની ઉચાપત બાબતે બે અલગ અલગ પોલીસ સ્ટેશને ફરિયાદો દાખલ થતા પોસ્ટ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે .

રિપોર્ટર -નર્મદા ,ભરત શાહ

મો.નં 9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY