ગુજરાતમાં બદલાઈ રહેલી વરસાદની પેટર્ન, જૂનના બદલે જૂલાઈથી ચોમાસાની શરૂઆત!

0
20
રાજ્યમાં 251માંથી 165 તાલુકામાં હજુ સુધી વાવણી થઈ નથી

ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી વાવણી થઈ નથી. નોંધાયેલા આંકડા અનુસાર રાજ્યના રપ૧ તાલુકામાંથી ૧૬પ તાલુકામાં હજુ વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. બીજી તરફ જૂન મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે આ બધી સ્થિતિને જોતા ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ રહી હોવાનું બહાર આવી રહ્યું છે. જેની સીધી અસર ખેતીની ખરીફ સિઝન ઉપર પડી રહી છે. ગુજરાતમાં ૧પ જૂનથી ચોમાસાનું આગમન થતું હોવાની એક સામાન્ય માન્યતા છે. જો કે હવે આ સમય બદલવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. ખેતીમાં વાવણી થઈ જાય એટલે ચોમાસુ શરૃ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ચારેક વર્ષની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો ખેતીમાં વાવણીનો સમય હવે ૧પ જૂનથી બદલીને ૧ જૂલાઈ થઈ ગયો છે! વર્ષ ર૦૧પમાં આજના એટલે કે ર૯ જૂનના દિવસે સમગ્ર રાજ્યના ર૦૯ તાલુકામાં એટલે કે મોટાભાગના વિસ્તારમાં વાવણી થઈ ગઈ હતી. તેની સામે આ વખતે વર્ષ ર૦૧૮માં ફક્ત ૮૬ તાલુકામાં જ વાવણી થઈ શકી છે. રાજ્યમાં એકાદ સપ્તાહથી બંધાયેલા વરસાદી માહોલમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર પ૭ મીમી (સવા બેથી અઢી ઈંચ) વરસાદ પડયો છે. કૂલ રપ૧ તાલુકામાંથી પ૮ તાલુકા તો સાવ કોરા ધાકોડ છે. ૧૦૭ તાલુકા એવા છે, જ્યાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે પરંતુ વાવણી થઈ શકી નથી. એટલે કે વાવણી માટે પર્યાપ્ત બે-અઢી ઈંચ વરસાદ વરસ્યો નથી. એકાદ દશકા અગાઉ જૂન મહિનામાં સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જતી હતી. તેના બદલે હવે અડધી વાવણી જૂલાઈ માસમાં થવા માંડી છે. ખેતીની ખરીફ સિઝનનો સમય પાછળ ધકેલાઈ રહ્યો છે. આજની સ્થિતિએ આ સમય એકાદ પખવાડિયુ ફરી ગયો છે. એકંદરે હાલ કહેવા ખાતર ચોમાસુ શરૃ થઈ ગયું છે, પણ ખેતીમાં ખરીફ સિઝનનો પ્રારંભ થઈ ગયો હોવાનું કહી શકાય નહીં. ગ્લોબલ વોર્મિંગની અસર તળે વાતાવરણમાં ખુબ મોટા ફેરફારો થઈ રહ્યા છે. પર્યાવરણ અંગેના જુદા જુદા થયેલા અનેક સંશોધનોમાં એ વાત બહાર આવી છે કે, વિશ્વભરમાં ઋતુંઓમાં અસાધારણ ફેરફારો થઈ રહ્યા છે. ઘણા સમયથી આ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. પરંતુ જ્યાં સુધી પગ નીચે રેલો ન આવે ત્યાં સુધી કોઈ આવી વાતોને ગંભીરતાથી લેતું નથી. ગુજરાતમાં છેલ્લા એક દશકામાં ચોમાસામાં ભારે પરિવર્તન આવ્યું છે. અમુક સ્થળે ધોધમાર વરસાદ વરસે છે. અમુક સ્થળે સાવ વરસાદ હોતો નથી. દર પ૦૦ મીટરે પડેલા વરસાદના માપમાં મોટો તફાવત જોવા મળે છે. એકાદ દશકો આવી જ સ્થિતિ રહેશે તો વરસાદી સિઝનના સત્તાવાર સમયમાં ફેરફાર કરવો પડશે. કૃષિ પ્રધાન દેશ ભારતમાં ખેડૂતો સાથે બધી બાબતો સંકળાયેલી રહે છે. ખેતીની ખરીફ સિઝનના સમયમાં થઈ રહેલા પરિવર્તનની ગંભીર અસર ખેતી ઉપર પડે છે. પંદર દિવસ મોડી સિઝન શરૃ થાય એટલે સૌપ્રથમ તો ખેડૂતોએ પાકમાં ફેરફાર કરવો પડે છે. બીજી તરફ ખરીફ સિઝન મોડી પુરી થતા રવિ સિઝન પણ મોડી પડે છે. અથવા તો શિયાળુ કે ઉનાળુ બેમાંથી એક સિઝન જતી કરવી પડે છે. વર્ષમાં ત્રણ પાક લેવા ખેડૂતો માટે શક્ય બની શકતા નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY