ચીને પાકિસ્તાનનો ત્રાસવાદી કૃત્યમાં બચાવ કરવો ન જાઇએ
વાશિંગ્ટન,તા.૨૨
અમેરિકાએ પાકિસ્તાનને ત્રાસવાદીઓ સામે અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો અને ચીમકી આપી હતી કે ભારત પરનો બીજા ત્રાસવાદી હુમલો ભારે પડી શકે છે. ચીને પાકિસ્તાનનો ત્રાસવાદી કૃત્યમાં બચાવ કરવો ન જોઇએ.
અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ વાઇટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે અમે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફરી તંગદિલી જાવા નથી માગતા. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને જૈશે મહંમદ અને લશ્કરે તૈયબા સહિતના પોતાને ત્યાં કાર્યરત ત્રાસવાદી સંગઠનોની સામે તાત્કાલિક કડક પગલાં લેવા જાઇએ.
અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે બાલાકોટ ખાતેના ભારતીય હવાઇદળના હુમલા બાદ પાકિસ્તાને ત્રાસવાદીઓની સામે થોડી કાર્યવાહી શરૂ કરી હતી અને કેટલાકની ધરપકડ કરી હતી તેમ જ અમુક ત્રાસવાદીની અસ્કયામતને ટાંચ મારી હતી.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આ વખતે અસરકારક પગલાં જોવા માગે છે. પાકિસ્તાને ભૂતકાળમાં કેટલાક ત્રાસવાદીની ધરપકડ કરી હતી અને થોડા સમય પછી છોડી દીધા હતા.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ચીને પાકિસ્તાનનો ત્રાસવાદી કૃત્યમાં બચાવ કરવો ન જોઇએ અને ત્રાસવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આંતરરાષ્ટ્રીય સમુદાયને સહકાર આપવો જાઇએ.
જૈશે મહંમદના સ્થાપક મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાના પ્રયાસમાં ચીન અવારનવાર વિન નાખી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



