ભારત વિશ્વની ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે : આઇએમએફ

0
12

વાશિંગ્ટન,તા.૨૨
હાલના સમયમાં ભારત વિશ્વની ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. આ બધુ પાંચ વર્ષમાં ઉઠાવવામાં આવેલા આર્થિક સુધારાને કારણે થયું છે. હાલ આ સુધારાની પ્રક્રિયાને ચાલુ રાખવા માટે ખૂબ જ કામ કરવાની જરૂરીયાત છે. આ વાત આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)ના સૂચના નિર્દેશક ગૈરી રાઈસે કહી છે.
અમેરિકાના વોશિંગ્ટનમાં આયોજિત એક કાર્યક્રમમાં એક સવાલના જવાબમાં ગૈરી રાઈસે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપતી વધતી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ સાત ટકાના દરથી વૃદ્ધિ ભારતે કરી છે. તેમણે કહ્યું કે ભારતે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ સાત ટકાના દરથી વૃદ્ધિ કરી છે. તેમણે કહ્યું કે ભારતે છેલ્લા પાંચ વર્ષમાં મહત્વપૂર્ણ સુધારાઓને લાગુ કર્યા છે. જાકે ઉચ્ચ વિકાસદરને જાળવી રાખવા માટે બીજા વધુ આર્થિક સુધારાઓ કરવાની પણ આવશ્યકતાઓ છે. ગૈરીનું કહેવું છે કે ભારતે તેની વિશાળ જનસંખ્યાનો લાભ પણ આર્થિક વિકાસ માટે ઉઠાવવો જોઈએ.
રાઈસે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા વિશે વિસ્તૃત રિપોર્ટ વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક સર્વેમાં બહાર પાડવામાં આવશે. આ રિપોર્ટ અગામી મહિને થનારી આઈએમએફની વાર્ષિક બેઠકમાં બહાર પડશે. ભારતીય મૂળની ગીતા ગોપીનાથ આઈએમએફની મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા બાદ પ્રથમ વાર આ રિપોર્ટ બહાર પડશે. જોકે આઈએમએફએ બેન્કની એનપીએ અને લોનની માફીને મોટી સમસ્યા માની છે. રાઈસનું કહેવું છે કે ભારતમાં હાલ ઘણી કંપનીઓ દેવાળિયા શોધન કાનૂન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આ સિવાય ઝડપી અને યોગ્ય વિકાસ દર પ્રાપ્ત કરવા માટે રાજય સરકારોને પણ આર્થિક બાબતે યોગ્ય પરિણામો દેખાડવાના રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY