વાશિંગ્ટન,તા.૩
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત રિસોર્ટ માર-એ-લેગોથી એક ચીની મહિલા યૂજિંગ ઝાંગની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પાસેથી થમ્બ ડ્રાઇવ, ખતરનાક વાઇરસ, ચાર મોબાઇલ ફોન, એક લેપટોપ અને હાર્ડ ડ્રાઇવ પણ મળી આવી છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, મહિલા સાથે પ્રતિબંધિત વિસ્તારમાં ફરવા, સિક્રેટ સર્વિસ ઓફિસરને ખોટું બોલવાના આરોપ છે. અત્યાર સુધી આ મામલે કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, પામ બીચ પર સ્થિત રિસોર્ટમાં મહિલા શનિવારે આવી. ક્લબના સિકિયોરિટી ચેક પોઇન્ટ પર તેણે કહ્યુ કે, તે સ્વીમિંગ પૂલમાં જવા ઇચ્છે છે. ઝાંગને પૂછવામાં આવ્યું કે, શું તેના પિતા આ ક્લબના મેમ્બર છે? પરંતુ ઝાંગે તેનો યોગ્ય જવાબ નથી આપ્યો.
મહિલાને પૂછવામાં આવ્યું કે, તે કોઇને મળવા માટે ક્લબમાં આવી છે? તે ફરીથી કોઇ યોગ્ય જવાબ ના આપી શકી. સિકિયોરિટી ઓફિસરને ચીની ભાષા સમજવામાં પરેશાની થઇ રહી હતી. તેને લાગ્યું કે, મહિલા ક્લબના મેમ્બર ઝાંગની સંબંધી છે અને તેણે આ મહિલાને અંદર જવા દીધી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




