રાજપીપળા :
નર્મમદા જિલ્લા નું પરિણામ હંમેશા સૌથી નીચું આવતું હોય જેને લઈને સુધારાના કેટલાય નિષ્ફળ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરાયા પણ સફળતા ના મળતા સાંસદ અકળાયા છે, અને શિક્ષણ વિભાગ, શિક્ષકો ની કામગીરી સામે આક્ષેપો કરી આજે પ્રવેશઉત્સવ માં જ આડે હાથ લઇ જો શક્ષકો પોતાની જવાબદારી થી કામ કરે તો પરિણામ ચોક્કસ સુધારે એવી ટકોર પણ કરી હતી.
નર્મદા જિલ્લામાં શિક્ષણ નું સ્તર એટલું નીચું છે કે બોર્ડની પરીક્ષામાં છેલ્લો નંબર આવે છે ત્યારે શિક્ષણની સતત ચિંતા કરતા સાંસદ મનસુખ વસાવા પ્રવેશ ઉત્સવ ની સવારમાં જ વાવડી પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રવેશ કરાવવા ગયેલા મનસુખ વસાવા પોતાના ભાષણમાં શરૂઆતમાં શિક્ષકો પર વરસી પડ્યા અને અમારા જેવા નેતાઓ ના ગામોમાજ શિક્ષણ કથડતું જોવા મળે છે તો અંતરિયાળ ગામોમાં સુ હાલ હશે જેને કારણે સરકારી શાળા ઓ માં વિધાર્થીઓ ભણવા માંગતા નથી અને પ્રાઇવેટ શાળા માં ભણવા જાય છે, આજે સરકારી હાઈસુલો બંધ થવાને આડે કેમકે આંકડા (સટ્ટો) રમવામાં જ શિક્ષકો વધુ ધ્યાન આપે છે. આજે જિલ્લા ના શિક્ષકો દારૂ પીવે જુગાર રમે તો શિક્ષણ ક્યાંથી ઊંચું આવે જેવા ગંભીર આક્ષેપો સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો પર કર્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






