કર્મચારીનું કરંટ લાગતાં મોત થતા સાથી કામદારોનો પથ્થમારો, પોલીસ સાથે ઘર્ષણ

0
10

વડોદરા,
વડોદરામાં બુધવારે શૈલી એન્જિનિયરિંગ કંપનીમાં એક કર્મચારીનું કરંટ લાગતાં મોત નીપજ્યું હતું, આ ઘટનાને લઇને અન્ય કામદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો, રોષે ભરાયેલા કર્મચારીઓ દ્વારા કંપની બહાર દેખાવો કરવામાં આવ્યા સાથે કંપનીની કેટલીક બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દેખાવકારોને ખદેડવા માટે પોલીસે હળવો લાટીચાર્જ કરવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગત મુજબ બુધવારે સાવલીના ભાદરવા સાકરદા રોડ પર સ્થિત શૈલી એન્જિનિયરિંગ કંપનીમાં રાત્રીના ફરજ દરમિયાન એક કર્મચારીનું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યુ છે કે પાણીના કુલરમાંથી કર્મચારીને વીજ કરંટ લાગ્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું. જા કે કંપનીના અન્ય કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે કર્મચારીનું મોત કંપનીની બેદરકારીને કારણે થયું હતું.
સાથી કર્મચારીના મોત બાદ અન્ય કર્મચારીઓએ કંપની બહાર જ દેખાવ કરવાનું શરૂ કરી દીધું, આ દરમિયાન સ્ટાફને લઇને જતી બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બેકાબુ બનેલા ટોળાને વિખેરવા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, ભાદરવા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી હળવો લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન કામદારો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY