વરનામા,
વરનામાં પોલિસ સ્ટેશન ના પો સ.ઇ. એ.વી.પાનમીયા તેમના ડી. સ્ટાફ કેલનપુર નજીક વાહન ચેકીંગ માં હતા.તે દરમિયાન બાતમી મળી હતી કે રતનપુર ગામ માં રહેતો માથાભારે બુટલેગર હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલ , રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ અને રજનીકાન્ત અમૃતલાલ જયસ્વાલ તમામ રહે રતનપુર વરણામા ના બુટલેગરો પોતાના કબ્જા, ભોગવટા ના મકાન માં આવેલ મંદિર પાસે ના ભોંયરામાં ઇંગલિશ દારૂ સંતાડી વેચાણ કરે છે,જેથી વરણામા પોલીસે ખાનગી વાહન માં બાતમી વાળી જગ્યા એ રેડ કરતા ઈંગ્લીશ દારૂ ની નાની મોટી બોટલો કુલ કિંમત 28300/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલ અને રાકેશ ઉર્ફે લાલો રજનીકાન્ત જયસ્વાલ પોતાના મકાન ના આગળ ના ભાગે બે એક્ટિવા જેનો નંબર GJ06.LH.0471 અને GJ 06. KF.5937 માં પોલિસે તપાસ કરતા તેમાં પણ દારૂ મળી આવ્યો હતો. બે એક્ટિવા દારૂ મળી કુલ કિંમત 78300/- ઝડપી પાડ્યો હતો. હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલ ને વરનામાં પોલીસે ઝડપી પાડ્યો હતો . જ્યારે રાકેશ ઉર્ફે લાલો અને રજનીકાંત અમૃતલાલ જયસ્વાલ ને વોન્ટેડ જાહેર કર્યા છે. અને હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલ અને રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમની વિરુદ્ધ વરનામાં પોલીસ સ્ટેશન માં અસંખ્ય ગુના નોંધાયેલ છે પાસા ની સજા પણ ભોગવી ચુક્યા છે . મીડિયા અને પોલિસ ઉપર પણ ઘાતક હુમલો કરવામાં આવેલ,અગાઉ વરણામા પોલીસ જવાન ઉપર પણ હુમલો કરી ચુકયો છે. વરનામાં પોલીસ રાકેશ ઉર્ફે લાલો અને રજનીકાન્ત અમૃતલાલ જયસ્વાલ ને પકડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.
હિતેશ પટેલ ….પોર (વડોદરા)
મો.9712543194
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







