ભરૂચ ખાતે મોડલિંગ ફિલ્મ ડાન્સ ફેડરેશન દ્રારા ફ્રી મોડલિંગ અને ડાન્સિંગ ઓડિશન યોજાઈ

0
205

ભરૂચ;
ભરૂચનાં હર્ક્યુલસ જીમ ખાતે એમ.એફ.ડી.એફ.દ્વારા આયોજિત મીસ્ટર,મીસીસ એન્ડ મિસ ઇન્ડીયા,ઇન્ડિયા ડાન્સિંગ સ્ટાર કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું હતું. ગત રોજ ભરૂચના બાય પાસ રોડ પર આવેલ હર્ક્યુલસ જીમ ખાતે એમ.એફ.ડી.એફ. બ્રાંડ દ્વારા મીસ્ટર, મીસીસ એન્ડ મિસ ઇન્ડીયા અને ઇન્ડિયા ડાન્સિંગ સ્ટાર કોમ્પીટીશનનું આયોજન સાંજના ૪ થી ૮ કરવામાં આવ્યું હતું.

આ કોમ્પીટીશન ના મુખ્ય નિર્ણાયક તરીકે એમ.એફ.ડી. એફ ના ચેરમેન સોની જયસ્વાલ અને અભિષેક જોશી દ્રારા કરવામાં આવ્યું હતું. આ કોમ્પીટીશનમાં ભરૂચ શહેર જિલ્લાના યુવક અને યુવતીઓએ મોટી સાંખ્યમાં ભાગ લીધો હતો અને આ કોમ્પીટીશન માં જે લોકોનું સિલેક્શન થશે તેમને મધ્યપ્રદેશ માં જવાનું રહશે.

એમ.એફ.ડી.એફ નો મુખ્ય ઉદ્દેશ ભારતના કેટલાય એવા યુવાનો અને યુવતીઓ છે કે જેવોમાં ખુબજ ટેલેન્ટ હોવા છતાં આવા ઓડિશનમાં જઈ નથી શકતા કારણ કે એની ફી એટલી બધી હોય છેકે તેવો તે ભરી નથી શકતા અને એટલે તેમનું ટેલેન્ટ બહાર નથી આવી શકતું એટલે એમ.એફ.ડી.એફ દ્રારા લોકોમાં છુપાયેલ ટેલેન્ટને બહાર લાવવા આખા ભારતમાં ઓડિશન લેવામાં આવનાર છે.અને સિલેક્ટ થાય પછી પણ સૌથી ઓછી ફી લઈને યુવાનોને આગળ લાવવામાં મદદ રૂપ થશે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY