ઠોઠ વિદ્યાર્થીઓને હોશિયાર બનાવવા મિશન વિદ્યા કાર્યક્રમની જાહેરાત કરાઈ

0
206

અમદાવાદ,તા.૧૩
પ્રવેશોત્સવ અને ગુણોત્સવ બાદ રાજ્ય સરકારે નવા તાયફાની જાહેરાત કરી છે. ઠોઠ વિદ્યાર્થીઓને હોશિયાર બનાવવા મિશન વિદ્યા કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. ૨૩ જુલાઈથી ૩૧ ઓક્ટોબર સુધી સરકાર મિશન વિદ્યા કાર્યક્રમ યોજશે. રાજ્યની ૨૨ હજાર સરકારી શાળાઓમાં આ કાર્યક્રમ થશે. ગુણોત્સવમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણતરીમાં નબળા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ૨૨ જુલાઈ સુધીમાં ઠોઠ વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર કરાશે અને મિશન વિદ્યામાં ૩૦ દિવસ ઠોઠ વિદ્યાર્થીઓને ભણાવાશે.
ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે મિશન વિદ્યા કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ થર્ડ પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓનું મૂક્યાંકન કરાશે. જોકે વિદ્યાર્થીઓ નબળા હોવા પાછળ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો .. તેમણે કહ્યુ કે કોંગ્રેસના આરટીઈ એકટની નાપાસ ના કરવાની જોગવાઈને કારણે વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પલટવાર કરતા કહ્યુ છે કે ભાજપના શાસનમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે. સરકાર શિક્ષણના માફીયાઓને નાથવામાં નિષ્ફળ ગઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY