‘ગુલાબ જામુન’ ફિલ્મથી અભિષેક-એશ લાંબા સમય બાદ ફરી એક સાથે ચમકશે

0
33

મુંબઈ,તા.૧૩
ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જોરદાર કેમિસ્ટ્રી જાવા મળી હતી. ચાહકો ભારે પ્રભાવિત પણ થયા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્નેની જોડીને ફરી એકવાર સાથે ચમકાવવાની તૈયારી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૦માં મણિરત્નમની ફિલ્મ રાવણમાં બન્નેની જોડી છેલ્લી વખત એક સાથે નજરે પડી હતી. ત્યારબાદ તેમની જાડી સાથે ક્યારય નજરે પડી નથી. મીડિયા અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો અભિષેક અને એશ બન્ને લાંબા ગાળા બાદ ફરી એક સાથે નજરે પડનાર છે. આ પ્રોજેક્ટનુ નામ ગુલાબ જામુન રાખવામા આવનાર છે. અગાઉ અભિષેક અને એશની જાડી સાત ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. જેમાં ઢાઇ અક્ષર પ્રેમ કે, કુછ ન કહો, ઉમરાવ જાન, ધુમ-૨, ગુરૂ, સરકાર રાજ અને રાવણનો સમાવેશ થાય છે. અભિષેક બોલિવુડમાં ઘણા સમયથી છે પરંતુ તે કોઇ મોટી ફિલ્મમાં કામ કરી રહ્યા નથી.
અભિષેક બચ્ચન એકલા હાથે કોઇ ફિલ્મને હિટ કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે. તેની ફિલ્મો હવે ઓછી આવી રહી છે. બીજી બાજુ એશ બોલિવુડમાં બીજી ઇનિગ્સમાં કેટલીક ફિલ્મો કરી ચુકી છે. જેમાં છેલ્લે કરણ જોહરની ફિલ્મ યે દિલ હે મુશ્કિલનો સમાવેશ થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY