દરેક શાળામાં વિદ્યાર્થીની સુરક્ષા માટે સમિતિની રચના કરવા આદેશ

0
150

અમદાવાદ,તા.૭
અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં અભ્યાસ કરી રહેલાં લાખો બાળકોની સુરક્ષાને લઈ શિક્ષણ વિભાગે હવે નવો આદેશ જારી કર્યો છે, જેમાં હવે બાળકોની સુરક્ષાને લઈ નવો અખતરો જાહેર કરાતાં તેમાં શાળાના આચાર્યને જાતરી દીધા છે.
હવેથી દરેક શાળાએ ફરજિયાતપણે સલામતી સમિતિ બનાવવી પડશે, જેમાં આચાર્ય, એક સક્રિય સિનિયર શિક્ષક, મુખ્ય વિદ્યાર્થી કે વિદ્યાર્થિની, નજીકના ફાયર સ્ટેશનના અધિકારી કે કર્મચારી અને નજીકના પોલીસ સ્ટેશનના કર્મચારી કે અધિકારી અને એક ડોક્ટર સહિત ૬ સભ્યની સમિતિ બનાવવી પડશે.
આ સમિતિએ બાળકો સાથે સંકળાયેલી સુરક્ષા અંગેની ૧૧ જેટલી બાબતોનું ધ્યાન રાખવું પડશે અને તેની માહિતી ઓનલાઈન દર મહિને રજૂ કરવાની રહેશે. દરેક શાળાના આચાર્યએ ‘ahmedabaddeo.blogspot.com’ પર જઈ શાળા સલામતી અંતર્ગતની માહિતી ઉપર ક્લિક કરીને શાળાની ઓનલાઈન માહિતી ભરવાની રહેશે. આ સાથે જ શાળાના આચાર્યના સહી-સિક્કા સાથેનું તમામ વિગતો સમાવી લેતું પ્રમાણપત્ર પણ શાળા સંકુલ કન્વીનરને રજૂ કરવું પડશે.
બાળકોની સુરક્ષા માટેની કવાયતમાં અમદાવાદ જિલ્લાની તમામ સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરાયો છે. આચાર્યએ જ માહિતી રજૂ કરવાની થશે તેમાં શાળા સલામતી સમિતિની રચના કરાઈ કે કેમ?, સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે કે કેમ?, શાળા દ્વારા સેફ્ટી ઓડિટ કરાવેલ છે કે કેમ?.
વાર્ષિક મોક ડ્રિલ શાળા દ્વારા યોજાઈ છે?, શાળામાં ફાયર સેફ્ટીનાં સાધનો છે?, જ્વલનશીલ ઝેરી પદાર્થ માટે સલામતીનાં ધારાધોરણ અમલી છે?, શાળાનું મકાન બાયલોઝ, સેફ્ટી લો અનુસાર છે?, શાળા સલામતીના મુદ્દે બાળકો અને શિક્ષકોને તાલીમ અપાઈ છે? વગેરે મુદ્દાનો સમાવેશ કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY