નેચરલ ફલેવર્સ, હાઇજેનિક સોફ્ટ ડ્રીન્ક દેશના બજારમાં

0
275

અમદાવાદ,તા.૭
સોફ્ટ ડ્રીંકની દુનિયામાં મલ્ટીનેશનલ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના વર્ચસ્વ બાદ હવે હેલ્ધી, નેચરલ ફલેવર્સ અને હાઇજેનીક સોફ્ટ ડ્રીન્ક અને જયુસ બેઝ્ડ ડ્રીન્ક સાથે હવે ભારતીય કંપની સરભરા ફુડ એન્ડ બેવરેજીસ લોકોના આરોગ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અનોખા કન્સેપ્ટ સાથે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. સરભરા ફુડ એન્ડ બેવરેજીસ દ્વારા તેના નવા સ્ટો નામના સોફ્ટ ડ્રીન્ક ઉપરાંત જીરા સોડા, મેંગો જયુસ, કલીયર લેમન અને મીનરલ વોટરની પ્રોડક્ટનું અમદાવાદમાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. સૌથી નોંધનીય વાત તો એ છે કે, સોફ્ટ ડ્રીન્કના પેકીંગ માટે પ્લાÂસ્ટકની બોટલ જાખમી હોવાથી કંપની દ્વારા પેટ વર્જીન મટીરીયલ્સમાંથી પોતાની જ ફેકટરીમાં તૈયાર કરાયેલી બોટલમાં પીણું પેક કરવામાં આવે છે, આ બોટલ રિસાયકેબલ હોવાથી પર્યાવરણને પણ કોઇપણ પ્રકારના નુકસાનનો ખતરો નથી. એટલું જ નહી, કંપની જીરા સોડા, મેંગો જયુસ, કલીયર લેમન, કલબ સોડા અને ઓરેન્જ બાદ હવે આગામી દિવસોમાં શીકંજી અને બાફલો જેવા પીણાં માર્કેટમાં લાવી રહી છે એમ અત્રે સરભરા ફુડ એન્ડ બેવરેજીસના એમ.ડી અને ચેરમેન સૌરભભાઇ શાહ અને વાઇસ ચેરમેન કશીશ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોફ્ટ ડ્રીન્ક અને અન્ય પીણાંને લઇ સામાન્ય રીતે લોકોમાં તેનાથી થતા નુકસાનને લઇ જે માન્યતાઓ પ્રવર્તી રહી છે તેને મિથ્યા સાબિત કરવાના હેતુથી અમે લોકોની તંદુરસ્તી અને આરોગ્યને ધ્યાનમાં રાખી એકદમ હેલ્ધી, નેચરલ ફલેવર્ડ અને હાઇજેનીક સોફ્ટ ડ્રીન્ક અને પીણાંની પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ. સ્ટો સોફ્ટ ડ્રીન્ક, જીરા સોડા સહિતની અમારી પ્રોડક્ટને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના અન્ય રાજયોમાં અત્યારથી જ જબરદસ્ત પ્રતિસાદ સાંપડી રહ્છે. એક ભારતીય કંપની તરીકે લોકોને ગુણવત્તાયુકત અને આરોગ્યપ્રદ પ્રોડક્ટ ઉપલબ્ધ બનાવવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. સરભરા ફુડ એન્ડ બેવરેજીસના એમ.ડી અને ચેરમેન સૌરભભાઇ શાહ અને વાઇસ ચેરમેન કશીશ શાહે ઉમેર્યું હતું કે, કડી નજીક બોરીસણા ખાતે કાર્યરત કંપનીનો પ્લાન્ટ હાલ રોજની અઢી લાખ બોટલનું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, જે હજુ વધારવામાં આવશે.
આગામી દિવસોમાં કંપની તેના પ્રોજેક્ટ વિસ્તરણ અનુસંધાનમાં રૂ.૫૦ કરોડથી વધુનું રોકાણ કરવા કટિબધ્ધ છે. સોફ્ટ ડ્રીન્ક અને જયુસ બેઝ્ડ ડ્રીન્કમાં કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય કંપનીઓની નેચરલ ફલેવર્ડ અને ડ્રીન્ક બનાવવા સુગર અને ગુણવત્તાયુકત કલર ઉપયોગમાં લે છે. લોકોના આરોગ્યને હાનિકર્તા તત્વોનો પ્રોડક્ટમાં વપરાશ નહી કરાતો હોવાથી તેની ગુણવત્તા જળવાઇ રહે છે. આગામી દિવસોમાં કંપની દ્વારા સોફ્ટ ડ્રીન્કમાં શીકંજી અને બાફલો જેવા ભારતીય પીણાં બજારમાં લઇને આવશે, સાથે સાથે આગામી વર્ષોમાં કેચ અપ, ફ્રોઝન ફુડ સહિતની પ્રોડક્ટ પણ માર્કેટમાં લોન્ચ કરશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY