કલીમકવાણાની વિધવાનો ચેક બેંકથી ખોવાઈ જતા આખરે નર્મદા કલેક્ટર ને રજુઆત

0
81

અલ્હાબાદ બેંકમાં ચેક જમા કરાવ્યો પણ બેંકથી ખોવાઈ ગયો હોય બેન્કે હાથ ઉંચા કરી દેતા મહિલાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

પોતાની ભૂલ છતાં ખાનગી બેંકની ગ્રાહક સાથે દાદાગીરી : જોકે જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા વિધવા ની વ્હારે આવી સાંત્વના આપી

રાજપીપળા : નર્મદા જિલ્લાના કલી મકવાણા ગામમાં રહેતા વિધવા મહિલા લીલાબેન પ્રવીણ તડવી ને રાજ્ય સરકાર તરફ થી મળતી વિધવા સહાય ની યોજના હેઠળ મામલતદાર ગરુડેશ્વર મારફતે 20 હજારનો ચેક અપાયો જેમાં લીલાબેન તડવી ને ચેક મળતા પોતાનું ખાતું રાજપીપળાની અલ્હાબાદ બેંકમાં હોય જેમાં 186998 નંબરનો SBI નો ચેક 13 માર્ચ 2018 ના રોજ જમા કરાવ્યો બાદમાં 10 દિવસ બાદ તપાસ કરતા ચેક પોતાનાં ખાતામાં જમા થયો નથી, ખાતામાં રૂપિયા નથી ની વાત કરતા વિધવા મહિલાએ ચેક જમા કરેલ પાવતી બતાવી ત્યારે બેન્કને પોતાની ભૂલ સમજાઈ આખી બેન્ક માથે કરી પણ આ વિધવા મહિલાનો ચેક મળ્યો નહિ, એટલે અલ્હાબાદ બેંકે પોતાની ભૂલ સ્વીકારી લેખિતમાં મામતદાર ગરુડેશ્વરને આ ચેકનું સ્ટોપ પેમેંન્ટ્ટટ્ટ અને નવો ચેક ઇસ્યુ કરવા લેખિત આપ્યું અને પોતાની ભૂલ છતાં બેન્કે જવાબદારી માંથી હાથ ખંખેરી નાખ્યા, પણ હવે આ વિધવા મહિલા છેલ્લા ત્રણ મહિનાથી બેન્ક અને મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહી છે, સોમવારના આ વિધવા મહિલા ગામના આગેવાનો સાથે બેંક મેનેજર ને રજૂઆત કરતા બેંક મેનેજરે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કર્યું અમારો કોઈ વાંક નથી કહી હડધૂત કર્યા જયારે આ મહિલા જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા ને જાતે મળી રજૂઆત કરી ત્યારે જિલ્લા કલેક્ટર વિધવા મહિલાની વ્હારે આવ્યા અને વહીવટી તંત્ર ને બીજો ચેક બનાવી આપવા સૂચના આપી મહિલાને સાંત્વના આપતા મહિલા ભાવુક બની હતી.

બેન્કના મેનેજર કર્મચારીઓ સામે મહિલાએ ફરિયાદ કરી

આ બાબતે વિધવા મહિલા લીલાબેન પ્રવીણ તડવી જણાવ્યું હતું કે સોમવારે આલ્હાબાદ બેન્ક ના મેનેજરે જે અમારી સાથે વર્તન કર્યું જેથી મને થયું કે આ નાણાં નહિ મળે આવા બેજવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવા જોઈએ મારો ચેક તેમની ભૂલથી ખોવાઈ ગયો હવે ધક્કા હું ખાવ છું, બસ અમારી ભૂલ કહી હાથ ખંખેરી નાખ્યા પણ સરકારી ચેક બનાવવા ની મુશ્કેલી તે ક્યાંથી સમજે માટે રાજપીપલા પોલીસ મથકે આ મેનેજર અને કર્મચારીઓ વિરુદ્ધ મેં લેખિત ફરિયાદ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY