વડોદરા,તા.૨૫
આજવા રોડ પર બુટલેગરે બનાવેલા વિદેશી દારૂના ગોડાઉન પર સ્ટેટ વિજીલન્સે રેઇડ પાડીને રૂપિયા ૮.૩૮ લાખના દારૂ, જીપ સહિત કુલ ૧૩.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા.
ત્યારબાદ બુટલેગરો સાથે સંકળાયેલા અન્ય ત્રણ શકમંદોને પુછપરછ માટે બોલાવતા આ ત્રણને બાપોદ પોલીસ મથકમાં વીઆઇપી ટ્રીટમેન્ટ આપતા વિવાદ સર્જાયો હતો. આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ વડોદરા પોલીસના ડીસીપી સરોજકુમારીએ ત્રણ પોલીસ કોન્સ્ટેબલ હનીફ, રમેશ અને મહેન્દ્રને સસ્પેન્ડ કર્યા છે.જ્યારે પીઆઈ જોગલ અને પીએસઆઈ ઓ બી મજબૂલ પણ આ મામલામાં દોષિત ઠર્યા હોવાથી તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરવામાં આવતા વડોદરાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે સ્ટેટ વિજીલન્સને મળેલી બાતમીનાં આધારે આજવા રોડ રામદેવનગરની સામે કિસાનનગરમાં બુટલેગરે ઉભા કરેલા પતરાના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.
પોલીસે વિદેશી દારૂની ૧૭૪ પેટી કિંમત રૂપિયા ૮.૩૮ લાખ, મહેન્દ્રા બોલેરો પીકઅપવાન કિંમત રૂપિયા પાંચ લાખ તથા ૮ મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૧૩.૪૬ લાખની મત્તા જપ્ત કર્યો હતો.
જેમાં ત્રણ આરોપીઓ મુકેશ નારણદાસ મખીજાની (રહે. શરદનગર તરસાલી), રાજેશ ઉમેદભાઇ માછી (રહે. રામદેવનગર આજવા રોડ) અને હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી (રહે. સંતકંવર કોલોની વારસીયા)ની ધરપકડ કરી સ્ટેટ વિજીલન્સે આરોપીઓને બાપોદ પોલીસને સોંપ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



