વિરમગામના મોટી કુમાદ ગામેથી ચોરીના બાઈક સાથે શખ્સ ઝડપાયો

0
24

વિરમગામના મોટી કુમાદ ગામેથી વિરમગામ ટાઉન પોલીસ દ્વારા નડીયાદ થી ચોરાયેલ પલ્સર બાઈક સાથે બળદેવ ભરવાડ ની અટકાયત કરી બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો

વિરમગામ ટાઉન પી.આઈ.ડી.યુ. બારડ,એ.એસ.આઈ. રાજેશભાઈ ફકીરચંદ,પો.કો. મુકેશભાઈ શંભુભાઈ,પો.કો.નરેન્દ્રસિંહ ખોડાભાઈ વગેરે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે મોટી કુમદ ગામે રહેતો બળદેવ ઉર્ફે બદા ના ઘરે ચોરી નું બાઈક પડેલ છે જે હકીકત આધારે સ્થળે જઈ તપાસ કરતા લાલ રંગ નું પલ્સર બાઈક પડેલ હતું જેથી ઘરમાં હાજર શખ્સ ભરવાડ બળદેવભાઈ ઉર્ફે બદો જીવણભાઈ ને બાઈક બાબતે પૂછપરછ કરી બાઇકના કાગળો માંગતા સંતોષકારક જવાબ આપી શકેલ નહિ જેથી બાઈક સાથે આરોપી બદા ને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન લાવી એકલવ્ય સોફ્ટવેર થી ચેક કરતા નડિયાદના ચંદ્રેશકુમાર ઈન્દુલાલ દવે નુ બાઈક હોવાનું જાણવા મળતા બળદેવ ભરવાડની અટક કરી નડિયાદ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા બાઈક ચોરી બાબતની ફરિયાદ નોંધાયેલી હોઇ બાઈક અને આરોપી ને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે

રિપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
મો.9898397487

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY