વિસનગર ધારાસભ્ય ઓફિસ તોડફોડ કેસ,હાર્દિક-લાલજીને બે વર્ષની સજા બાદ જામીન પર છૂટકારો બે વર્ષની સજા બાદ હાર્દિકનું હૂંકાર : હવે થશે આરપારની લડાઈ

0
13

ગાંધીનગર,તા.૨૫
વર્ષ ર૦૧પના જુલાઇ મહિનામાં પાટીદાર અનામત આંદોલનની વીસનગરમાં નીકળેલી રેલી વખતે ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ બાદ ફાટી નીકળેલાં તોફાનને મામલે આજે એડિશનલ સેસન્સ કોર્ટે પાસના કન્વીનર હાર્દિક પટેલ, એસપીજીના લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત ઠેરવીને બે વર્ષની કેદની સજા તથા રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યો છે, જ્યારે ઋષિકેશ પટેલને રૂ.૪૦ હજારનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે, જ્યારે અન્ય લોકોને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે. હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને જામીન મળ્યાં. રૂપિયા ૧૫-૧૫ હજારના બોન્ડ પર જામીન મળ્યાં. પાસપોર્ટ જમા કરવાની શરતો પર જામીન મળ્યાં. ઉલ્લેખનીય છે કે વિસનગર કોર્ટે ૨-૨ વર્ષની સજાનું એલાન કર્યું છે.
કોર્ટે ત્રણે આરોપીને રાયોટિંગના ગુનામાં દોષિત ઠેરવ્યા છે. વીસનગરમાં થયેલાં તોફાનના કેસમાં પોલીસે હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ૧૭ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો. સેશન્સ કોર્ટના ચુકાદાને લઇ આજે વહેલી સવારથી કોર્ટ સંકુલમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે હાર્દિક અને લાલજી પટેલના સમર્થકો કોર્ટ સંકુલમાં ઊમટી પડ્યા હતા. આ સિવાય હાર્દિક પટેલે ફેસબુક પર લાઇવ કરીને શાંતિ જાળવવા માટે સમર્થકોને અપીલ કરી હતી.
હાર્દિક પટેલે જામીન મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી કે આ એક ભાજપે કરેલું ષડ્યંત્ર છે. હવે આરપારની લડાઈ ચાલુ થઈ ગઈ છે. આ રીતે ભાજપ મને મજબૂત બનાવે છે. હાર્દિકે ભાનુશાળીનો મુદ્દો લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હું શહિદ થયેલા પાટીદોરના ન્યાય માટેની લડાઈ લડુ છું. રવિવારથી તાલુકા લેવલે બેઠક શરુ થશે. હૂં ચૂંટણી લડવા માટે નથી આવ્યો. અમદાવાદમાં ૨૫ આૅગષ્ટે આમરણાંત ઉપવાસ થઈને જ રહેશે કોઈની તાકાત નથી તે ઉપવાસને અટકાવી શકે. મને સજાનુ દુઃખ થયું પરંતુ હું ચુકાદાનું સન્માન કરુ છું. બીજી બાજુ હાર્દિકે ભાજપ સરકાર પર કોર્ટના ચુકાદા પર દબાણ હોવાનો પણ આરોપ મૂક્યો હતો.
ઉત્તર ગુજરાતના મહેસાણા અને વિજાપુરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ હાર્દિક પટેલ અને લાલજી પટેલે વિશાળ રેલી યોજી હતી. તે સમયે ભાજપના સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોફાની ટોળાંએ તોડફોડ કરી હતી. પોલીસે ટોળાંને વિખેરવા ટિયરગેસના ૧૩ રાઉન્ડ છોડ્યા હતા. ટોળાએ ધારાસભ્યના કાર્યાલય બહાર પડેલી કારને સળગાવીને વાહનોની તોડફોડ કરી હતી.
વિસનગરમાં ધારાસભ્ય રૂષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ મામલે આજે વિસનગર કોર્ટ ચુકાદો આપ્યો તે પહેલા હાર્દિક પટેલે એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં હાર્દિકે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. મહત્વનુ છે કે, ધારાસભ્યની ઓફિસમાં થયેલી તોડફોડ મામલે હાર્દિક પટેલ તેમજ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સહિત ૧૭ લોકો સામે ફરિયાદ નોંધાયેલી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY