ભરૂચ:
ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્રારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના લૂંટના ગુન્હામાં ભાગતા ફરતાં બે આરોપીઓને વાહન ચેકીંગ દરમ્યાન ઝડપી પાડ્યા હતાં.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક સંદીપ સિંહનાઓની સૂચના અને ભરૂચ ડી.વાય. એસ.પી. એન.ડી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ શહેરમાં બનતાં ગુનાઓ અટકાવવા માટે બી ડિવિઝન મથકના પી.આઈ અને પી.એસ.આઈ સહિત સ્ટાફના માણસો રાત્રીના વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ હતા તે દરમ્યાન બાતમી મળેલ કે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના ૧૦/૨૦૧૮ IPC કલમ ૩૯૪,૩૨૩,૧૧૪ તથા જી.પી એકટ ૧૩૫ના કામના આરોપીઓએ લૂંટ કરી નાસતા ફરતાં હોઈ ( ૧) સઈદ ઉર્ફે ભૂરો મુસ્તાક પટેલ,રહે,એ/૩૪ જિન્નત બાંગ્લોઝ જંબુસર બાય પાસ રોડ ભરૂચ (૨) મહિસીન ઉર્ફે સુલેમાન અલ્લારખા દિવાન,રહે,એ/૧૨૩ એહમદ નગર મનુબર રોડ, ભરૂચનાઓ બાય પાસ રોડ પરથી ઈકો ગાડી નંબર જીજે-સીબી- ૩૨૩૮ લઈને પસાર થનાર છે.જે અંગે વોચ ગોઠવી ઈકો ગાડી આવતાં તેને રોકી તપાસ કરતાં તેમાં લૂંટના બંનેવ આરોપીઓ મળી આવ્યાં હતાં.તેમની અંગ જડતી લેતાં તેમની પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ રૂપિયા અને ઈકો ગાડીની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ લાખ જે લૂંટમાં વપરાયેલ હોઈ ગાડી સહિત કુલે ૩,૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ અર્થે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે મોકલી આપવામાં આવ્યાં છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"