વોશિંગ્ટન,તા.૨
ભારતના ઉપગ્રહ ભેદી મિસાઇલ પરીક્ષણ (એ-સેટ) એટલે કે મિશન શકિત પર અમેરિકાની સરકારી રક્ષા સંસ્થાન નાસાની આખરે પ્રતિક્રિયા આવી ગઇ છે. નાસા એ ભારતના મિશનને ખૂબ જ ‘ભયાનક’ ગણાવતા કહ્યું કે તેના લીધે અંતરિક્ષની કક્ષામાં અંદાજે ૪૦૦ કાટમાળના ટુકદા પડ્યા છે. નાસાના મતે આનાથી આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર અંતરિક્ષ પેસેન્જર્સ માટે નવો ખતરો ઉભો થઇ ગયો છે. નાસાની તરફથી આ વાત તેમના પ્રમુખ જિમ બ્રિડનેસ્ટાઇને કહી. સોમવારના રોજ નાસાના કર્મચારીઓને સંબોધિત કરતાં તેમણે ભારત દ્વારા પાંચ દિવસ પહેલાં કરાયેલા ટેસ્ટનો ઉલ્લેખ કરાયો.
આપને જણાવી દઇએ કે ભારતે પૃથ્વીની નીચલી કક્ષામાં ૩૦૦ કિલોમીટરની રેન્જ પર હાજર એક સેટેલાઇટ તોડી પાડ્યું હતું. તેની માહિતી ખુદ પીએમ મોદીએ આપી હતી. તેમણે દેશના નામે સંબોધન આપતા કહ્યું હતું કે આમ કરીને ભારતે સ્પેસ પાવર તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતની આ એન્ટી-સેટેલાઇટ મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી છે. આ ટેસ્ટને ચિર-પ્રતિદ્વંદીઓ પાકિસ્તાન અને ચીન માટે કડક સંદેશ મનાતો હતો.
બ્રિડેનસ્ટાઇનના મતે તમામ ટુકડા એટલા મોટા નથી જેને ટ્રેક કરી શકાય. તેમણે કહ્યું કે અમારી તેના પર નજર છે. મોટા ટુકડા ટ્રેક થઇ રહ્યા છે. અમે લોકો ૧૦ સેન્ટીમીટર (૬ ઇંચ)થી મોટા ટુકડાની વાત કરી રહ્યા છીએ. આવા અત્યાર સુધી ૬૦ ટુકડા મળ્યા છે. તેમણે કહ્યું કે આ ટેસ્ટ આઇએસએસ સહિત કક્ષામાં હાજર બાકી તમામ સેટેલાઇટથી નીચે કરાયો હતો. પરંતુ હવે તેના અંદાજે ૨૪ ટુકડા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઉપર જતા રહ્યા છે.
નાસા ચીફે આગળ કહ્યું કે આ ભયાનક, ખૂબ જ ભયાનક છે કે એવું કામ કરાયું જેના લીધે કાટમાળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પણ ઉપર જઇ રહ્યો છે. આવી ગતિવિધિઓના લીધે ભવિષ્યમાં માનવને અંતરિક્ષમાં મોકલવા મુશ્કેલ થઇ જશે. તેઓ અહીંથો રોકાયા નહીં. તેમણે આગળ કહ્યુંકે આવા ટેસ્ટ તેમને સ્વીકાર્ય નથી અને નાસા તેની અસરને બિલકુલ સ્પષ્ટ બતાવા માંગે છે.
તેમણે કહ્યું કે હાલ યુએસ મિલિટ્રી હાલ એવા ૨૩૦૦૦ ઓબ્જેક્ટ પર નજર રાખી રહ્યું છે જેની સાઇઝ ૧૦ સેન્ટીમીટરથી વધુ છે. તેમાં ૧૦૦૦૦ ટુકડા અંતરિક્ષ કાટમાળના પણ છે. તેમાંથી ૩૦૦૦ ટુકડા માત્ર ચીન દ્વારા ૨૦૦૭મા કરાયેલા આવા જ પ્રયોગોના લીધે ફેલાયા હતાય હવે ભારત દ્વારા ટેસ્ટ કરાયા બાદ કાટમાળ સ્પેસ સ્ટેશન સાથે ટકરાવાના ચાન્સ ૪૪ ટકા વધી ગયા છે. જો કે તેમને એમ પણ કહ્યું કે જેમ-જેમ કાટમાળ વાયુમંડળમાં પ્રવેશ કરશે તેમ-તેમ ખતરો ઓછો થઇ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




