ભારતને અંતરિક્ષમાં જોખમ હતું, તેથી એન્ટિ સેટેલાઇટ પરિક્ષણ કર્યું : પેન્ટાગોન

0
5

વોશિગ્ટન,તા.૧૨
ભારતના મિશન શકિતને અમેરિકાએ સમર્થન આપ્યું છે. અમેરિકાના સુરક્ષા મંત્રાલય પેન્ટાગોને એન્ટિ સેટેલાઇટ પરિક્ષણ અંગે જણાવ્યું હતું કે, ભારત અંતરિક્ષમાં જોખમને કારણે ચિંતામાં હતું તેથી તેણે એન્ટિ સેટેલાઇટ પરિક્ષણ કર્યું.
ડીઆરડીઓએ ૨૭મી માર્ચે એન્ટિ સેટેલાઇટ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ સાથે અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત એન્ટિ સેટેલાઇટ ક્ષમતા વાળો ચોથો દેશ બની ગયો છે. અમેરિકાના વ્યૂહાત્મક વિભાગના કમાન્ડર જનરલ જાન ઇ હાઇટને ગુરુવારે સેનેટની સશસ્ત્ર સેવા સમિતિને જણાવ્યું હતું કે, ભારતના એન્ટિ સેટેલાઇટ અંગે પહેલી વાત એ છે કે, તેણે આ પરીક્ષણ કેમ કર્યું અને મને લાગે છે કે તેઓ અંતરિક્ષમાં જોખમને લઇને ચિંતિત છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતને લાગે કે છે તેમની પાસે અંતરિક્ષમાં પોતાનો બચાવ કરવાની ક્ષમતા હોવી જાઇએ. એક જવાબદાર કમાન્ડર તરીકે મને અંતરિક્ષમાં કાટમાળ નથી જાઇતો.
સેનેટર ટિમ કેને આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતે કહ્યું હતું કે તેમણે લો ઓર્બિટમાં એક સેટેલાઇટ નષ્ટ કર્યો છે. આ સેટેલાઇટના ૪૦૦ ટુકડા થયા હતા જેમાંથી ૨૪ ટુકડા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે જાખમી છે. ૨૦૦૭માં ચીને પણ પરિક્ષણ કર્યું હતું જેને પગલે એક લાખ ટુકડા થયા હતા આ ટુકડાને કારણે હજુ પણ જાખમ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY