તેનાથી અસ્થમા, કેન્સર, નપુંસકતા જેવી બીમારીની સારવાર શક્ય છે ક્લાઇમેટ ચેન્જને કારણે ‘હિમાલયન વિયાગ્રાની’ શોધ બની મુશ્કેલ : સંશોધકો

0
166

વોશિંગ્ટન,તા.૨૩
સંશોધકોના જણાવ્યા પ્રમાણે એશિયામાં જેને ‘હિમાલયન વિયાગ્રા’ કહેવામાં આવે છે કે યાર્સાગુમ્બા (વૈજ્ઞાનિકOphiocordyceps sinensis)ક્લાઇમેટ ચેન્જને કારણે મળવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આ જડીબુટ્ટી સોના કરતા પણ મોંઘી છે. આ જડીબુટ્ટીને અનેક રોગનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. યાર્સાગુમ્બાને કેટરપીલ્લર ફંગસ અથવા કીડા-જડી પણ કહેવામાં આવે છે.
યાર્સાગુમ્બાને શોધવા માટે નેપાળ અને ચીનના લોકો વર્ષોથી સંઘર્ષ કરતા આવ્યા છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. જાકે, આ જડીબુટ્ટીના કોઈ વૈજ્ઞાનિક ફાયદા હજુ સુધી સાબિત નથી થયા. લોકો આ જડીબુટ્ટીને વિવિધ સ્વરૂપે લે છે અને એવું માને છે કે તે કેન્સર જેવી બીમારીને પણ મટાડી શકે છે.
ચીન, નેપાળના હજારો લોકો માટે આ જડીબુટ્ટી આવકનું સાધન છે. વિશ્વના બજારમાં તે ખૂબ જ ઊંચા ભાવમાં વેચાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે યાર્સાકુમ્બા બેઇજિંગના માર્કેટમાં સોના કરતા ત્રણ ગણી વધારે કિંમતમાં વેચાઈ રહી છે.
માટીમાં રહેલી ફંગસ કેટરપીલર પર હુમલો કરે છે અને તેને મારી નાખે છે. યાર્સાગુમ્બા દુનિયાની સૌથી મોંઘી મેડિકલ ફંગસ છે. અનેક લોકો માને છે કે તેનાથી અસ્થમા, કેન્સર, નપુંસકતા જેવી બીમારીની સારવાર શક્્ય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY