વેલિંગ્ટન,તા.૨૭
સ્પિનર નૅથન ઍસ્ટલને બંગલાદેશ સામે આવતા સપ્તાહમાં રમાનારી મેચ માટે ન્યૂ ઝીલેન્ડની ૧૩-સભ્યોની ટીમમાં પુનઃપ્રવેશ અપાયો છે અને તે પોતાની લંગડાતી ટેસ્ટ કારકિર્દીની ફરી શરૂઆત કરશે, એમ રાષ્ટ્રના સિલેક્ટરોએ કહ્યું હતું.
ન્યૂ ઝીલેન્ડે ગયા ડિસેમ્બરમાં શ્રીલંકા સામે સિરીઝ ૧-૦થી જીતી હતી જે તેની સતત ચોથી શ્રેણી-સફળતા બની હતી અને ઍસ્ટલે તે ટીમમાં ફેરફાર કરાયેલ એકમાત્ર ખેલાડી છે.
૩૨ વર્ષના એસ્લેએ ૨૦૧૨માં શ્રીલંકા સામે પોતાનો ટેસ્ટ પ્રવેશ કર્યો હતો, પણ ત્યારથી તે ફક્ત બે ટેસ્ટમાં રમ્યો છે અને તેની છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ હતી.
આયોજક ન્યૂ ઝીલેન્ડ અને બંગલાદેશ વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણીની પહેલી મેચ હેમિલ્ટનમાં ૨૮મી ફેબ્રુઆરીએ રમાનાર છે.
ન્યૂ ઝીલેન્ડની ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લેથમ, જીત રાવલ, રાસ ટેલર, હેન્રી નિકોલ્સ, બી. જે. વાટલિંગ, કાલીન ડી ગ્રેન્ડહોમ, એન. ઍસ્ટલ, ટિમ સાઉધી, નીલ વૅગ્નર, ટ્રેન્ટ બાલ્ટ, મેટ હેન્રી. વિલ યંગ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



