ભાટમાં ન્હાવા પડેલા ચાર યુવકો ડૂબ્યા : ત્રણ યુવકોના મૃતદેહ મળ્યા

0
22

ગાંધીનગર,તા.૧
ગાંધીનગરના ભાટ ખાતે અમદાવાદના ચાર યુવકો ડૂબી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડૂબી ગયેલા તમામ યુવકો અમદાવાદના અસારવાના રહેવાશી છે.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ડૂબી ગયેલા ચારમાંથી ત્રણની લાશ બહાર કાઢવામાં આવી છે. આ ચારેય યુવકે ભાટ ગામ ખાતે આવેલી સાબરમતી નદીમાં ડૂબી ગયા હતા.
યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા કે પછી કોઈ અન્ય કારણથી ડૂબી ગયા છે તેની પ્રાથમિક સ્તરે કોઈ માહિતી મળી નથી. ડૂબી ગયેલા એક યુવકની શોધખોળ હજુ ફાયબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.
ખનીજ માફિયાઓ દ્વારા સાબરમતીના પટમાં કરવામાં આવતી રેતી ચોરીને કારણે સાબરમતીનો પટ જીવલેણ બની રહ્યો છે. ગણેશ વિસર્જન દરમિયાન પણ સાબરમતી નદીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.
રેતીના ખનનને કારણે નદીના પટમાં ખાડા પડી જાય છે. જેના કારણે નદીના ન્હાવા પડતા લોકો અચાનક પાણીમાં ગરક થઈ જતા હોય છે. ગણેશ વિસર્જન દરમિયાન પણ આવી જ રીતે અનેક યુવકોએ જીવ ગુમાવ્યો હતો. કારણ કે પાણીમાં ઉપરથી કોઈ અંદાજ નથી લગાવી શકતો કે કિયા સપાટી સમાંતર છે અનેકિયા ખાડો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY