ડીસા,તા.૨૪
ડીસામાં સામાન્ય વરસાદમાં પણ છેલ્લા એક વર્ષમાં બનેલા ૪૪ રસ્તાઓ ધોવાઈ ગયા છે. અનેક રસ્તાઓ પર ઠેરઠેર ભૂવાઓ પડી જતા કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાના કામમાં ભારે ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું છે. ડીસાના અરજદારે રસ્તાઓના ધોવાણ બાબતે પાલિકા સમક્ષ ફરિયાદ કરી જવાબદારો સામે પગલા લેવાની માંગ કરી છે.
અમૃતમ સીટી યોજનામાં ડીસા શહેરનો સમાવેશ થયા બાદ વિકાસના કામો હાથ ધરાયા. જેમાં છેલ્લા એક વર્ષમાં શહેરની મોટાભાગના સોસાયટીઓ, મુખ્ય બજારો, આંતરિક રસ્તાઓ નવા બનાવવામાં આવ્યા હતા.
જાકે રસ્તાના કામમાં ભારે ગેરરીતિ થઇ હોવાનું સ્પષ્ટ રીતે જાવા મળી રÌš છે. મોટાભાગના રસ્તા શહેરમાં પ્રથમ સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા છે. અનેક જગ્યાએ બનેલા આરસીસી રોડ પરથી સિમેન્ટનું પડ ગાયબ થઈ ગયું છે જ્યારે ડામર રોડમાં ઠેરઠેર ભૂવાઓ પડી જતા રસ્તાઓ જાખમી બની ગયા છે.
આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા વિસ્તારમાં જે જગ્યાએ ભુવા પડ્યા છે તેવી ફરિયાદ મળી હતી. જાકે રસ્તાના સમારકામ માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. અને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ થઇ જશે તેવી વાત કરી હતી
રસ્તાઓની કામગીરી અંગે વિપક્ષે પણ વારંવાર પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓનું ધ્યાન દોર્યું હતું તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં પણ અવાર નવાર આ મુદ્દો ચમક્્યો હતો.આમ છતાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અંગે કોઈ પગલા ન લેવાતા પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનેલા રસ્તો ધોવાઈ જતા તેનો ભોગ નગરજનો બની રહ્યા છે. જેથી હવે કોન્ટ્રાક્ટરો તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાય તેવી લોક માંગ ઉઠી રહી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








