ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાર્સલ પેકિંગમાં દારૂના જથ્થાની હેરા ફેરી કરતાં ત્રણ ઈસમોને લાખોના મુદ્દામાલ ઝડપી પાડ્યો.

0
269

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભરૂચમાંથી એક છોટા હાથી ટેમ્પો તથા બે એક્ટિવામાં દારૂની હેરા ફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પડ્યા છે.જયારે બીજા ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ બંધીનાં કડક અમલ નીઝુંબેશના ભાગરૂપે એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળેલ હતી.જેના આધારે પીએસઆઇ કે.જે.ધડુક તથા સ્ટાફના માણસોએ શ્રવણ ચોકડી પર વોચ ગોઠવી હતી.ત્યારે બાતમી વાળો છોટા હાથી ટેમ્પો નંબર-જીજે- 06-ઝેડઝેડ-9911 તથા બે એક્ટિવા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી.પોલીસે દારૂના આરોપીઓ મુકેશ ઉર્ફે લંગડો ભદડુંભાઈ કેવટ,ભવરસિંહ હેમંતસિંહ ચૌહાણ તથા ધર્મેન્દ્ર કમલેશ કેવટ પાસેથી ઈંગ્લીશ દારૂ કિંમત રૂપિયા ૫૧,૮૪૦ છોટા હાથી ટેમ્પાની કિંમત ૧ લાખ તથા બે એક્ટિવા કિંમત રૂપિયા ૪૦ હજાર મોબાઈલ રૂપિયા ૫૦૦ અને રોકડા રૂપિયા ૫૧૭૦ મળી કુલ ૧,૯૭,૫૧૦ નો મુદ્દામાલ કબ્જે કરીને વોન્ટેડ ઈંદ્રિસ ઉર્ફે ભૈયો મુખા શેખ,જીતુ ખત્રી,અને દિપક મરાઠીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ધનંજય ઝવેરી:-9978409623

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY