મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની એક બેઠકની પેટા ચૂંટણી માટે નીચું મતદાન થયા બાદ આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના દયાબેન સોલંકીનો વિજય થયો છે તો પાલિકાની 52 માંથી 26 બેઠક પર ભાજપ અને સામે કોંગ્રેસ પણ 26 ના આંક પર પહોંચ્યું છે
વોર્ડ 2 ની પેટા ચુંટણીમાં ભાજપમાંથી રાજુલબેન મહેશભાઈ પરમાર, કોંગ્રેસમાંથી દયાબેન રવજીભાઈ સોલંકી અને બસપાના કંચનબેન પ્રવીણભાઈ ચાવડા વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો જેમાં આજે મત ગણતરી કરતા ભાજપના રાજુલાબેન પરમારને 1702 મત મલ્યા હતા જયારે બસપાના કંચનબેન ચાવડાને 541 મત મળ્યા હતા તો સૌથી વધુ 2617 મત મેળવીને કોંગ્રેસના દયાબેન સોલંકી વિજયી બન્યા છે થોડા સમય પૂર્વે યોજાયેલી પેટ ચૂંટણીમાં તમામ છ બેઠકો કબ્જે કરીને ભાજપ 26 પર પહોંચ્યું હતું અને આ એક બેઠક જીતે પાલિકામાં સ્પષ્ટ બહુમતી થાય જયારે એક બેઠક ભાજપને ના જીતવા દેવા કોંગ્રસે કમર કરી હતી અને કોંગ્રેસના વિજયથી હવે બંને પક્ષો પાસે 26-26 બેઠકો છે ત્યારે આગામી દિવસોમાં હવે તોડજોડની રાજનીતિ પણ જોવા મળી શકે છે
રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






