
સુરત
સુરતના ભેસ્તાન આવાસ પાસે આવેલી સાઈ પવિત્ર રેસીડેન્સીમાં બાંધકામ સાઇટ પર માતા-પિતા કડિયા કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની બે વર્ષની પુત્રી રક્ષા પવાર બીજા માળેથી નીચે પટકાતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ પરિવાર પર આભ ફાડી પાડ્યું હતું.
મૂળ મધ્યપ્રદેશના વતની અને દસ દિવસ અગાઉ જ કામ અર્થે સુરત આવેલા દંપતી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરતા હતા. દરમિયાન તેમની પુત્રી રક્ષા બીજા માળે રમી રહી હતી. થોડા સમય બાદ પિતાને બાળકી નજરે ન પડતાં તેમણે તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બાળકી નીચે પટકાયેલી હાલતમાં મળી આવી હતી.
બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પરિવારમાં પતિ-પત્ની અને રક્ષા એમ ત્રણ જ સભ્યો હતાં. એકની એક પુત્રીના અચાનક મોતથી માતા-પિતા સહિત પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



