ઉધના રેલવે સ્ટેશનના પે એન્ડ યુઝ શૌચાલયમાં મુસાફર સાથે ગેરવર્તન, ઉઘરાણી કરનાર ઝડપાયો

0
7

 

સુરત

 

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આવેલા ‘પે એન્ડ યુઝ’ શૌચાલયમાં પૈસાની ઉઘરાણી બાબતે મુસાફર સાથે મારામારી અને ગેરવર્તન કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રેલવે તંત્રમાં દોડધામ મચી હતી.

 

ટ્વિટર પર ફરિયાદ થયા બાદ RPF દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ઉઘરાણી કરનાર શુભમ પાંડેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે બંને કાન પકડાવી માફી મંગાવવામાં આવી હતી. તપાસમાં તે પૂર્વ કર્મચારી હોવાનું અને પૈસાની લાલચમાં ગેરકાયદેસર ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું હતું.

 

આ ઘટનાએ રેલવે તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બહારનો વ્યક્તિ શૌચાલય પર મુસાફરો પાસેથી ઉઘરાણી કરતો રહ્યો અને અધિકારીઓને તેની જાણ સુદ્ધાં ન થઈ હોવાની બાબત તંત્રની બેદરકારી છતી કરે છે. આરોપી પાસે માફી મંગાવી સંતોષ માનવાને બદલે સંબંધિત કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY