ભરૂચ જિલ્લામાં આજ થી ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાની થયેલ શરૂઆત

0
106

આજ થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની ગુજરાત બોર્ડની પરીક્ષા ઓ શરૂ થઇ ગઈ છે. જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦ માં કુલ ૨૬,૩૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩,૭૪૬ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં ૭,૪૯૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજ રોજ પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવાઈ છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે કોઇ પરેશાની ન ઉભી પડે તે માટે વીજ કંપની, એસટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવા માં આવી રહી છે. 

ગુજરાત બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની મુંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે ભરૂચ પરીક્ષાના એક દિવસ અગાઉથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કાઉન્સિલીંગ માટેનો કંન્ટ્રોલ રૂમ ઉભો કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓ 02642-240424 નંબર પર કંન્ટ્રોલ રૂમ પર સંપર્ક કરી શકશે તેમ શિક્ષણ વિભાગ તરફ થી જાણવા મળ્યું હતું .હાલ ભરૂચ અને નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્તપોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમરાની નજર હેઠળ ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નજરે પડ્યા હતા.તો બીજી તરફ સવાર થી છાત્રો ના વાલીઓ અને છાત્રો નો ધસારો વિવિધ શાળા ના કેદ્ર ઉપર જોવા મળ્યા હતા. અને વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક તેઓના વર્ગખંડ માં પરીક્ષા આપતા નજરે પડ્યા હતા.આજે સવારે ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ શાળાની મુકલાત લઈને વિદ્યાર્થી ઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી.

અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ એસ.ટી વિભાગ દ્રારા પણ પરિક્ષાઓનો ધ્યાનમાં લઈને એસ.ટી બસોના સમયમાં પણ બદલાવ કર્યો છે.
જેમાં ભરૂચ-નર્મદા જિલ્લામાં ૭૦થી વધુ નવી બસોના રૂટ શરૂ કરવામાં આવ્યાં છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચે તે માટે બસોના સમય ૧૫-૨૦ મીનીટ વહેલાં કરવામાં આવ્યાં છે. ઉપરાંત ડ્રાઇવર -કંન્ડક્ટરોની પણ અગત્યના કારણો સિવાય રજાઓ રદ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY