આધાર કાર્ડ લીન્ક કરાવાના બહાને સિનિયર સીટીઝ સાથે છેતરપીંડી

0
78

અમદાવાદ,
તા,૧૨/૦૩/૨૦૧૮

અમદાવાદ શહેરમાં છેલ્લાં ઘણા સમયથી કેટલીક ગેંગ દ્વારા સિનિયર સીટીઝનને ડેબીટ કાર્ડને અપગ્રેડ કરવા કે આધાર કાર્ડ લીંક કરવાના બહાને વાતો કરીને કાર્ડનો નંબર અને ઓટીપી જાણીને નાણાંની ઉચાપત કરવાના બનાવો સતત બનાવો બની રહ્યા છે. ત્યારે આ પ્રકારની વધુ એક ફરીયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જેમાં ૮૧ વર્ષના સોમાભાઇ પટેલ કે જેઓ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયામાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા અને નિવૃત થયા હતા અને તેમનું પેન્શન સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં હતુ અને તેમાં તેમની પત્ની હસુમતી પટેલનું પણ જાઇન્ટ એકાઉન્ટ હતું. ગત ૧૬ ડીસેમ્બર ૨૦૧૭ના રોજ બપોરના સમયે તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે તેમનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંકઅપ કરવાનું જરૂરી છે. જા નહી કરાવો તો તમારુ એકાઉન્ટ બ્લોક થઇ જશે.

જેથી સોમાભાઇ ગભરાઇ ગયા હતા અને આધાર કાર્ડ લીંકઅપ કરવા માટે હા પાડી હતી અને બેંક એકાઉન્ટ નંબર, ડેબીટ કાર્ડ,. તેનો નંબર પાસવર્ડ. ,સીવીવી નંબર માંગ્યા હતા અને ત્યારબાદ લગભગ ૧૫ વાર ફોન કરીને ઓટીપી નંબર માંગ્યા હતા જે સોમાભાઇએ આપી દીધા હતા. આ પ્રક્રિયા એક કલાક ચાલી હતી અને ત્યારબાદ થોડીવારમાં સોમાભાઇના મોબાઇલ ફોન પર મેસેજ આવ્યા હતા કે કોલ કરનારે ૧૫ વાર ઓટીપીનો ઉપયોગ કરીને એકાઉન્ટમાંથી લગભગ ૩૮૦૦૦ રૂપિયા કાઢી લીધા હતા અને બારોબાર શોપીંગ કરી લીધી હતી. આ અંગે તેમણે બેંકમાં સંપર્ક કર્યો ત્યારે બેંકના અધિકારીઓએ જણાવ્યું તેમની બેંક આ પ્રકારના કોઇ કોલ કરતી નથી. જેથી સોમાભાઇને છેતરપીંડી થયાનો અહેસાસ થતા તેમણે ક્રાઇમબ્રાંચ માં અરજી કરી હતી અને ગઇકાલે વાડજ પોલીસે આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY