રાષ્ટ્રીય કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં ગુજરાત પોલીસે રનર્સ અપ ટ્રોફી મેળવી

0
271

ગાંધીનગર:
હિમાચલ પ્રદેશના સોલન ખાતે તા.રપ/૦૨/૨૦૧૮ થી તા.૨૮/૦૨/૨૦૧૮ દરમિયાન યોજાયેલ ૧૮મી ઓલ ઇન્ડીયા પોલીસ લોન ટેનિસ ચેમ્પીયનશીપ-૨૦૧૭માં ગુજરાત પોલીસ તરફથી આ ચેમ્પીયનશીપમાં ADGP અને રક્ષાશકિત યુનિવર્સીટી, અમદાવાદના ડાયરેકટર જનરલ વિકાસ સહાય,ઇન્ટેલીજન્સના અધિક મદદનીશ કમિશનર રવિરાજસિંહ એસ. જાડેજાતથા પોલીસ તાલીમ શાળા, વડોદરાનાનાયબ પોલીસ અધિક્ષક, કે.પી. પારેખે ભાગ લીધેલ.
ગુજરાત પોલીસની ટીમે લીગ મેચમાં બંગાળ અને સી.આર.પી.એફ.ની ટીમને ઉત્કૃષ્ટ દેખાવ કરી ર-૦થી હરાવ્યા બાદ કવાટર ફાઇનલમાં પંજાબ સામે ર-૦થી અને સેમી ફાઇનલમાં બી.એસ.એફ. સામે ર-૧થી જીત મેળવેલ અને ખૂબ જ રોમાંચક અને રસાકસી ભરેલ ફાઇનલ મેચમાં એન.એસ.જી.ની ટીમ સામે ૧-રથી પરાજીત થતાં ગુજરાત પોલીસની ટેનીસ ટીમ રનર્સ અપ થયેલ. તા. ૧ર/૦૩/૨૦૧૮ના રોજ ગુજરાતની ટીમે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાની શુભેચ્છા મુલાકાત લઇ રનર્સ અપ ટ્રોફી રાજયના પોલીસ વડાને અર્પણ કરેલ હતી. આ પ્રસંગે રાજયના પોલીસ વડાએ ટીમનો ઉત્સાહ વધારતા કેપ્ટન અને ખેલાડીઓની સિધ્ધિને બિરદાવેલ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ.
દર વર્ષે યોજાતી આ ચેમ્પીયનશીપમાં દેશના વિવિધ રાજયોની પોલીસ ટીમ ઉપરાંત દેશભરની વિવિધ પેરામિલિટ્રી ફોર્સની ટીમો પણ ભાગ લેતી હોય છે. ચાલુ વર્ષની ટુર્નામેન્ટમાં કુલ ર૪ ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં ગુજરાત પોલીસની ટીમ ચાલુ વર્ષે ઉપ વિજેતા (રનર્સ અપ) થયેલ છે. અગાઉ આ ચેમ્પીયનશીપમાં ગુજરાત પોલીસની ટીમ સને ૧૯૯૮ તથા ૨૦૧૬માં વિજેતા રહી ચુકેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY