‘૧૦૨ નોટ આઉટ” અને ‘પેડમેન” આ વર્ષે ચીનમાં રિલીઝ થશે

0
46

મુંબઈ,તા.૩૦
સુપર-હિટ કોમેડી ડ્રામા ‘૧૦૨ નોટ આઉટ’ અને અક્ષય કુમારની સોશિયલ ડ્રામા ‘પેડમેન’ આ વર્ષે ચીનમાં રિલીઝ થશે. ‘૧૦૨ નોટ આઉટ’ ૩૦ નવેમ્બરે ચીનમાં રિલીઝ થશે જ્યારે ‘પેડમેન’ ૧૪ ડિસેમ્બરે રિલીઝ થશે. ચીનમાં આમિરના મોટી સંખ્યામાં ફેન્સ છે. આ પહેલાં તે ૧૪ ડિસેમ્બરે પાડોશી દેશમાં તેની લેટેસ્ટ ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ને રિલીઝ કરવાનો હતો. જાકે, હવે આ ફિલ્મને આવતા વર્ષ સુધી પોસ્ટપોન રાખવામાં આવી છે.
ચીનની સેન્સરશિપની પ્રોસેસમાંથી આ ફિલ્મ કિલયર થઈ ગઈ છે. જાકે, ચીનમાં આ ફિલ્મનો રનટાઇમ ૧૪૧ મિનિટ છે કે જે ૧૬૪ મિનિટના ઈન્ડિયન વર્ઝન કરતા ઓછો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્‌વીટ કર્યું હતું કે, ‘૨૦૧૮ પૂરું થાય એ પહેલાં ચીનમાં બે હિન્દી ફિલ્મ્સ રિલીઝ થશે. ‘૧૦૨ નોટ આઉટ’ (૩૦ નવેમ્બર ૨૦૧૮) અને ‘પેડમેન’ (૧૪ ડિસેમ્બર ૨૦૧૮). જ્યાં સુધી ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ની વાત છે તો એની રિલીઝ ડેટ બાબતે કોઈ સ્પષ્ટતા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY