ન્યુ દિલ્હી,તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા જ્યોતિ યોજનાનો લાભ મેળવનારા સાથે સંવાદ કર્યો હતો. લાભાર્થીઓ સાથે સંવાદ કરતા પીએમ મોદીએ કહ્યુ કે ગત સરકારે વીજળી આપવાનો વાયદો કર્યો હતો અને ૨૦૦૯ સુધી દરેક ઘરને વીજળી પહોંચાડવાની વાત કરી હતી. પરંતુ આવો કોઇ વાયદો પુરો કરવામાં નથી આવ્યો. તેમણે પોતાના વાયદાઓ ગંભીરતાથી નથી લીધા.
તેમણે કહ્યુ કે અમે વીજળી પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. ૨૦૧૪ સુધી ૧૮૦૦૦ ગામડાઓમાં વીજળી ન હતી પરંતુ અમે ૨૦૧૮ સુધી મોટાભાગના ગામડાઓમાં વીજળી આપી. અમે દરેક ગામમાં વીજળી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાની શરૂવાત કરી છે.
વડાપ્રધાને કહ્યુ કે ૨૦૦૫માં ગત સરકારે ૨૦૦૯ સુધી દરેક ગામમાં વીજળી પહોંચાડવાનો વાયદો કર્યો હતો. તે સમયના સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ એક પગલું આગળ નીકળી ગયાં તેમણે કહ્યુ કે અમે દરેક ઘરમાં વીજળી લાવીશું પર તેમના આટલા લાંબા કાર્યકાળમાં પણ એવું કંઇ થઇ શક્યું નથી.
પહેલાની મનમોહન સરકાર પર હુમલો કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘અમને આઝાદી મળ્યાંના ૭૦ વર્ષ પુર્ણ થયા છે પરંતુ ૧૮૦૦૦ ગામોમાં વીજળી નથી તે ઘણું દુર્ભાગ્યપુર્ણ છે.’
વડાપ્રધાને કહ્યુ કે દેશના પુર્વ ભાગના વિકાસ પર ધ્યાન નથી આપ્યું. આ ક્ષેત્ર વિકાસથી વંચિત રહ્યો. આશરે ૧૮૦૦૦ ગામોમાંથી આશરે ૧૪,૫૮૨ ગામો પુર્વ ક્ષેત્રના છે. પલામુથી વિદ્યુતિકરણના લાભાર્થીએ પીએમને જણાવ્યું કે વીજળી આવ્યાં પછી તેમના ગામમાં શહેરો જેવી સુવિધાઓ મળવા લાગી અને તેમના ગામમાં પ્રજ્ઞા કેન્દ્ર પણ ખુલ્યાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




