નાંદોદ તાલુકાના એક ખોબા જેવડા ગામમાં પતિ પત્ની ઓર વોહ ના ચક્કર માં હેલ્પલાઇને મદદ કરતા સુખદ સમાધાન
રાજપીપલા:
નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના રેલ ગામ માં રહેતા એક દંપતી ના ઘર માં છેલ્લા દોઢેક વર્ષ થી ઝઘડા ચાલતા હોય ગામના એક જાગૃત વ્યક્તિ એ 181 મહિલા હેલ્પલાઇન ને જાણ કરતા કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને કોન્સ્ટેબલ અંજનાબેન રેલ ગામે પોહચી આ બાબતે તપાસ કરતા ત્યાં રહેતા રીનાબેન ( નામ બદલ્યું છે ) એ જણાવ્યું કે એમના પતિ ગીરીશભાઈ દોઢેક વર્ષ થી અન્ય મહિલા સાથે સંબંધ ધરાવે છે અને એમની સાથેજ ઘરમાં રાખે છે માટે વારંવાર અમારે પતિ પત્ની વચ્ચે તકરાર થાય છે અમારે લગ્ન જીવન દરમિયાન બે બાળકો હોવા છતાં પરસ્ત્રી ને મારી સાથેજ ઘર માં રાખતા હોય એ ક્યાંથી સહન થાય જેથી આ બાબતે હેલ્પલાઇન કાઉન્સિલર જ્યોતિબેને પતિ ગિરીશ ને જણાવ્યું કે હુન્દુ લગ્ન ધારા હેઠળ પત્ની હયાત હોય તો બીજી સ્ત્રી સાથે એ ન રહી શકે એ ગુનો બને છે જેથી ગિરીશે ભૂલ સ્વીકારી અને હવે બીજી સ્ત્રી સાથે કોઈ સંબંધ નહિ રાખે એમ જણાવી પેલી સ્ત્રી ને એના સ્વજનો સાથે ગામ મોકલી આપતા આખરે દંપતી ના જીવન માં હેલ્પલાઇન ની મદદે સુખદ સમાધાન થયું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





